અમદાવાદના વસ્ત્રાપુર માનસી ટાવર પાસે લીલાછમ બગીચામાં આગ લાગી છે. બગીચાના વૃક્ષો અને છોડ કાપી નાંખીને ખડકલો કરાયો હતો. જેમાં આસપાસ કોઈક રહીશે આગ લગાડી હતી. માનસી ટાવર પાસે ઉભા રહેતાં 300 શાકભાજીની લારીઓને હાઈકોર્ટના હુકમથી ખસેડીને ગાર્ડનમાં ભાજપના સત્તાધીશોએ શાકભાજીની બજાર બનાવી દીધી છે. શાકભાજીનું ગેરકાયદે બજાર ચાર વર્ષથી ધંધો કરવાની છૂટ અમપા (અમદાવાદ મહા નગરપાલિકા) દ્વારા આપીને બગીચાનું ધનોત પનોત કાઢી નાંખ્યું છે.
હવે ઘટાટોપ વૃક્ષો કાપીને આગ લગાડી દીધી છે. લીલા વૃક્ષો પણ કાપી કાઢવામાં આવ્યા છે. અધુરામાં પુરૂ કોઈકે આગ ચાંપીને બગીચાને ઝૂંપડપટ્ટીમાં ફેરવવા કારસ્તાન કર્યુ હોવાની શંકા છે. બગીચામાં હવે આસપાસની ઝૂંપડપટ્ટીના લોકો ઝૂંપડા બનાવીને રહેવા લાગ્યા છે. તા. 26 એપ્રિલ 2018ના સવારે 10.30 કલાકે આગ લાગવાની ઘટના અંગે રાજન પટેલે અગ્નિ શામક બંબાને ફોનથી જાણ કરતાં લાલબંબા તુરંત આવી પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.