એલોન મસ્ક તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છે. વેરિફાઈડ કંપનીઓ માટે ટ્વિટર પર નવી જોબ હાયરિંગ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. તેનાથી કંપનીઓને તેમની પ્રોફાઇલ પર ‘જોબ લિસ્ટિંગ’ કરવામાં મદદ મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્સ હાયરિંગ બીટા પર પ્રદર્શિત નોકરીઓ માટે યોગ્ય ઉમેદવારો શોધવામાં આ સુવિધા સંબંધિત કંપનીઓ માટે ઉપયોગી સાબિત થશે.
જો કે હાલમાં X દ્વારા આ ફીચર માત્ર કેટલીક કંપનીઓને આપવામાં આવી રહ્યું છે. આ ફીચર મેળવવા માટે વેરિફાઈડ કંપનીઓએ પહેલા બીટા પ્રોગ્રામમાં જોડાવું પડશે. એક્સ હાયરિંગ એકાઉન્ટ દ્વારા આ અંગેની એક પોસ્ટ શેર કરવામાં આવી છે.
પોસ્ટ વાંચે છે, “ટૂંક સમયમાં, X હાયરિંગ બીટાની પ્રારંભિક ઍક્સેસને અનલૉક કરો—વિશેષ રીતે ચકાસાયેલ કંપનીઓ માટે. તમારી સૌથી મહત્વપૂર્ણ ભૂમિકાઓ અહીં દર્શાવો અને લાખો સંબંધિત ઉમેદવારો સુધી સજીવ રીતે પહોંચો.”
X પર, કોઈપણ કંપનીએ વેરિફાઈડ બેજ અથવા ગોલ્ડ ચેકમાર્ક મેળવવા માટે દર મહિને $1,000 એટલે કે 82,550 રૂપિયા ચૂકવવા પડે છે. ગોલ્ડ ચેકમાર્ક મેળવ્યા પછી, કંપનીઓ X ની તમામ સુવિધાઓ અને પોસ્ટ્સની વધુ સારી ઍક્સેસ મેળવે છે. નવા ફીચર બાદ હવે કંપનીઓ ટ્વિટરથી જ પોતાના માટે શ્રેષ્ઠ ઉમેદવાર પસંદ કરી શકશે.