કચ્છમાં “ભ્રષ્ટ બાબુઓ”ના કારણે દિવાળીના તહેવારમાં સર્જાઇ શકે આ જગ્યાએ દુર્ઘટના…?
ભુજ, ગાંધીધામ, ભચાઉ સહિત સમગ્ર કચ્છમાં ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મૂકી ફટાકડાઓના મોટા જથ્થાનો સંગ્રહ કરાય છે તેમ છતાં ભ્રષ્ટ બાબુઓની ટેબલ પરથી આ ફાઇલો અવરજવર કર્યા રાખે છે અને મોટી દુર્ઘટનાની રાહ જોઈ ભ્રષ્ટ બાબુઓ હપ્તા લઈ દિવાળીના તહેવારમાં મનગમતી જગ્યાએ વેકેશન ગાળવા નીકળી પડે છે.
આજે સત્ય ડેના માધ્યમથી આપને જણાવી દઈએ કે, હરહંમેશની જેમ ભ્રષ્ટ બાબુઓ ફટાકડાના ગોડાઉન, સ્ટોલ અને ખુલ્લામાં વેચાતા ફટાકડાની વસ્તુઓને ખુલ્લો દોર આપી મસમોટો ભ્રષ્ટાચાર આચરે છે અને આ બધું આઇ. પી.એસ. કક્ષાના ઉચ્ચ અધિકારીઓ નજર અંદાજ કરી હલકામા લઈ લેતા હોય છે પરંતુ જ્યારે કોઈ મોટી ઘટના ઘટે ત્યારે સરકારને સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા પડતા હોય છે અને સરકારી બાબુઓ પાછલા બારણે નિર્દોષની માનવીની જેમ છટકી જતા હોય છે.
આ મામલે કચ્છની વાત કરવામાં આવે તો ભુજની જૂની શાકમાર્કેટ, શરાફ બજાર, વાણીયાવાડ, અનમ રીંગરોડ, કંસારા બજાર સહીતના વિસ્તારોમાં સંખ્યાબંધ ફટાકડાઓના ગોડાઉનો અને દુકાનો આવેલી છે જ્યાં કોઈ દુર્ઘટના સમયે “ફાયર ફાઇટર ” જઈ શકે તેવી પરિસ્થિતિ નથી છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને વેચાણ અને સંગ્રહની છૂટ આપી દેવાઇ છે.
કચ્છમાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ PESO સિવાયના ગેરકાયદેસર ફટાકડાઓનું વેચાણ કરાય છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આખરે શું નિદોર્ષ લોકોના જીવ જશે ત્યારે તંત્ર જાગશે..? તેવા સવાલો સ્થાનિક નાગરીકોમા ચર્ચાઇ રહ્યા છે..