ગુજરાતના પટેલ મંત્રીમંડળમાં આવી શકે મોટો ફેરફાર …..? ૧૩ થી ૧૭ ઑક્ટોબર વચ્ચે વિસ્તરણ અને ફેરબદલની પ્રબળ શક્યતા: દિલ્હી હાઈકમાન્ડે મંજૂરી આપ્યાના સંકેત ……?
ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટૂંક સમયમાં જ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ – એક્સપાન્શન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો બધું આયોજન મુજબ પાર પડશે તો આ ફેરફાર આ મહિનાની ૧૩ ઑક્ટોબરથી ૧૭ ઑક્ટોબર વચ્ચે થઈ શક્ય બની શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ……?
ગુજરાત મંત્રીમંડળમાં ફેરફારની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ હવે તારીખો સામે આવતા રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ હાઈકમાન્ડ તરફથી આ મોટા ફેરબદલ માટે લીલી ઝંડી મળી ગઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.
જગદીશ વિશ્વકર્માના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ હવે વિસ્તરણ:……?
ગુજરાતમાં તાજેતરમાં જ કેબિનેટ મિનિસ્ટર શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પ્રદેશ પ્રમુખની વરણી બાદ તરત જ મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ ફેરબદલમાં પ્રાદેશિક સંતુલન જાળવવા અને આવનારા પંચાયત તેમજ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
- પર્ફોમન્સનું મૂલ્યાંકન: અહેવાલો મુજબ, ભાજપ હાઈકમાન્ડે છેલ્લા અઢી વર્ષના મંત્રીઓના કામગીરીના મૂલ્યાંકનના આધારે આ વિસ્તરણનો નિર્ણય લીધો છે.
કોનું પત્તું કપાશે?:
નબળી કામગીરી ધરાવતા અમુક મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે, જ્યારે યુવા અને સંગઠનનો મજબૂત અનુભવ ધરાવતા નવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ વિસ્તરણ દ્વારા જાતિગત અને પ્રાદેશિક સમીકરણોને પણ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ પણ મનાઈ રહ્યું છે એ બાબતે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
જો કે, આ અંગે કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી……? અને રાજ્યમાં તમામ રાજકીય નિરીક્ષકો સત્તાવાર વિગતોની રાહ જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી દિવસોમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી ને અંતિમ મહોર મરાવી શકે છે તેવી સંભાવના વ્યકત કરવમાં આવી રહ્યું છે …..
દરમિયાન રાત્રે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી સાથે ગુજરાતના અખબારી જગતના તંત્રીશ્રીઓ સાથે એક ભોજન સમારોહ યોજવામાં આવ્યો હતો.