પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં આજે મુંબઈની એક વિશેષ કોર્ટ ચુકાદો આપ્યો છે, જેમાં દેશની તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષીત જાહેર કરવામાં આવ્યો છે. જે ડે નામથી લખનારા સિનિયર ક્રાઇમ રિપોર્ટર તરીકે કામ કરતા જ્યોતિર્મય ડેની મુંબઈના ઉપનગર પવઈમાં 11મી જૂન, 2011ના દિવસે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
આ કેસનો ચુકાદો સાત વર્ષ બાદ સંભળાવવામાં આવ્યો હતો.આ કેસમાં અન્ય બે આરોપી જિજ્ઞા વોરા અને પોલ્સનને આ કેસમાં દોષમુક્ત કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર પત્રકાર જે ડેની હત્યા છોટા રાજનના ઇશારે કરવામાં આવી હતી. આ મામલે તપાસ બાદ પોલીસે મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જો કે અદાલતે હજુ સુધી સજા અંગે જણાવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં જ્યારે રાજનને ઇંડોનેશિયાથી લાવવામાં આવ્યો હતો. ત્યારથી આ કેસ મુંબઇ પોલીસથી લઇને સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. સરકારી વકીલ પ્રદીપ ઘરાતે 155 સાક્ષીઓને રજૂ કર્યા હતા.તિહાડ જેલમાં બંધ છોટા રાજનના જે વોઇસ સેમ્પ્લ લેવામાં આવ્યા હતા, તે પણ અન્ય અવાજો સાથે મેચ થઇ ગયા હતા. આ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે બેલેસ્ટિક અને વૈજ્ઞાનિક પુરાવા ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.