Video: કામ અટકશે નહીં! હેર કટિંગવાળાએ ચાલતી રિક્ષામાં વ્યક્તિના વાળ કાપ્યા, યુઝર્સે કહ્યું- ચાલતી-ફરતી કટિંગની દુકાન
જો તમે તમારા કામ અથવા અન્ય કોઈ કારણોસર વારંવાર માનસિક તણાવમાં રહેતા હોવ, તો તમારે દિવસમાં ઓછામાં ઓછો થોડો સમય સોશિયલ મીડિયા પર જરૂર વિતાવવો જોઈએ. કારણ કે અહીં તમને એવા-એવા વીડિયો જોવા મળશે જે તમને હસવા પર મજબૂર કરી દેશે અને જો આવું થાય તો તમારો માનસિક તણાવ પળવારમાં ગાયબ થઈ જશે. હાલમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે જોઈને દરેક વ્યક્તિ પેટ પકડી-પકડીને હસી રહ્યા છે.
રિક્ષામાં બેઠા બેઠા વાળ કપાવતો પેસેન્જર
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની બીજી બાજુએ એક રિક્ષા ચાલક પોતાની રિક્ષા ચલાવતો દેખાય છે. જોકે, તે રિક્ષા પર ચઢીને પેડલ નથી મારતો પણ હાથથી ખેંચતો દેખાય છે, કારણ કે તેની સીટ પર બીજો એક વ્યક્તિ પહેલેથી જ બેઠો છે. વળી, પાછળની સીટ પર એક વાળ કાપનાર (નાઈ) બેઠો છે.
View this post on Instagram
આ વીડિયો વાયરલ થવાનું કારણ રિક્ષા ચાલક નથી, પરંતુ નાઈ અને રિક્ષા ચાલકની સીટ પર બેઠેલો વ્યક્તિ છે. હકીકતમાં, નાઈ ચાલતી રિક્ષામાં તે વ્યક્તિના વાળ કાપતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. રસ્તા પરના અને ત્યાંથી પસાર થતા લોકો તેને જુએ છે. ત્યારબાદ તેઓ પોતાનું હસવું રોકી શકતા નથી. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર rohit_tm_00 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં ‘કામ નહીં રૂકેગા’ લખેલું છે.
યુઝર્સની પ્રતિકિયા
આ મજેદાર અને વાયરલ વીડિયો જોયા પછી ઇન્ટરનેટ યુઝર્સ પણ કોમેન્ટ્સ કરવાથી પોતાને રોકી શક્યા નથી. એક યુઝરે લખ્યું: “યાર આ ફેમસ થઈને જ માનશે”, બીજાએ લખ્યું: “ચાલતી-ફરતી કટિંગની દુકાન”, ત્રીજાએ લખ્યું: “આખું બજાર ડરી ગયું છે, એક દિવસ આ બધાની દુકાન બંધ કરાવી દેશે”, ચોથા યુઝરે લખ્યું: “ભાઈ વાળ કાપનારા બધા ડરી ગયા છે, ભાઈ હાથ જોડીને વિનંતી છે કે તું તારું બટાકા-ડુંગળી લઈને ફર ભાઈ, બધા ડરી ગયા છે.”