સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાના આશરે 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા અપીલ કરી છે. ટ્વિટરના લોગમાં બગ અાવતા અા નિર્ણય લેવામાં અાવ્યો છે. જોકે, ટ્વિટરે એમ પણ જણાવ્યું છે કે આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાસવર્ડ ચોરાયા નથી અને તેનો દુરૂપયોગ પણ થયો નથી.
પરંતુ સાવધાનીના ભાગરૂપે દરેક યૂઝરને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના પાસવર્ડ બદલી નાખે.આ ‘બગ’ને કારણે કેટલા એકાઉન્ટ્સ પ્રભાવિત થયા છે, તે અંગે કંપનીએ હજુ સુધી કશું જણાવ્યું નથી.રૉયટર્સ સાથે વાતચીતમાં સાઇટે કહ્યું કે આ ‘બગ’ વિશે થોડા સમય પહેલા જ જાણકારી મળી હતી.ટ્વિટરના ચીફ એક્ઝેક્યુટિવ જેક ડૉર્સે ટ્વીટ કર્યું કે એક ટેકનિકલ ખામીના કારણે કેટલાક પાસવર્ડ કંપનીના આંતરિક કમ્પ્યૂટર સિસ્ટમમાં સ્ટોર કરવામાં થયા હતા.
ટ્વિટરે એક બ્લૉગ પોસ્ટ કરતા કરતા લખ્યું, ‘અમને એ વાતનો ખેદ છે કે આવું કંઈક થયું છે.’