સાઉથ કોરિયન કંપની Samsung પોતાના બે નવા સ્માર્ટફોન Galaxy A6 અને A6 Plus લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોન્સનીની ખાસિયત તેમના કેમેરા અને ડિઝાઈન છે. બંને હેડસેટ બ્લેક, ગોલ્ડ, બ્લૂ અને લવન્ડર કલરમાં ઉપલબ્ધ હશે. ગેલેક્સી A6 સીરિઝ હેડસેટ્સ યૂરોપિયન, એશિયાઈ અને લેટિન અમેરિકાના બજારમાં મેના શરૂઆતથી ઉપલબ્ધ હશે. અન્ય માર્કેટમાં આ પછી તેને ઉપલબ્ધ કરાવશે.
ગેલેક્સી A6 સ્માર્ટફોનની અંદાજિત કિંમત 24,750 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ગેલેક્સી A6 Plusની કિંમત અંદાજિત 29,500 રૂપિયા રાખવામાં આવી છે.બંને વેરિયન્ટ્સમાં સુપર AMOLED ઈન્ફીનિટી ડિસ્પલે આપેલી છે. ગેલેક્સી A6માં 5.6 ઈંચની HD ડિસ્પલે પેનલ આપેલી છે. તો ગેલેક્સી A6 પ્લસમાં 6.0 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પલે છે. બંને ફોન્સમાં 18:5:9ના આસ્પેક્ટ રેશિયો સાથે ઈન્ફિનિટી ડિસ્પલે ડિઝાઈન કરવામાં આવી છે. એન્ડ્રોઈડ 8.0 ઓરિયો આધારિત ગેલેક્સી A6 અને ગેલેક્સી A6 Plus માં ક્રમશઃ ઓક્ટાકોર 1.6GHz અને ઓક્ટાકોર 1.8GHz SoC પ્રોસેસર આપેલું છે.
કેમેરાની વાત કરીએ તો ગેલેક્સી A6માં સિંગલ 16MP ઓટોફોકસ રિયર સેન્સર આપેલું છે. ગેલેક્સી A6 પ્લસમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 16MP પ્રાઈમરી અને 5MP સેકન્ડરી કેમેરા છે. A6 પ્લસમાં 24MPનું ફ્રંટ સેન્સર છે. તેમાં લાઈવ ફોકસ અને બોકેહ ઈફેક્ટ પણ છે. ફોનમાં રિયર પર ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ગેલેક્સી A6માં 3000mAh બેટરી અને A6 Plusમાં 3500mAhની બેટરી આપવામાં આવી છે.
બંને જ હેડસેટ 3GB રેમ અને 32GB ઈન્ટરનલ સ્ટોરેઝ અને 4GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આ સ્ટોરેજને મેમરી કાર્ડ દ્વારા 256GB સુધી વધારી શકાય છે. બંનેમાં Bixby, Bixby વિઝન, હોમ અને રિમાઈન્ડર ઉપલબ્ધ છે. ફોનમાં 16MP ફ્રંટ કેમેરા આપેલો છે.