Honda Motorcycle and Scooter India (HSMI) એ તેનું 2023 Honda CB300F સ્ટ્રીટ ફાઈટર રજૂ કર્યું છે. તેનો સ્પોર્ટી લુક ‘ઇન્ટરનેશનલ બિગ બાઇક’ ડિઝાઇન પરથી લેવામાં આવ્યો છે. CB300Fની કિંમત રૂ. 1.7 લાખ (એક્સ-શોરૂમ) છે. તે ડીલક્સ પ્રો વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. હોન્ડાની આ સ્ટ્રીટ ફાઈટર બાઇક OBD-II Aથી સજ્જ છે. તેમાં 293cc, ઓઇલ-કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 18 kW પાવર અને 25.6 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં સહાયક સ્લિપર ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ છે.
હાર્ડવેર અને ફીચર્સ
CB300Fમાં બ્રેકિંગ માટે ડ્યુઅલ-ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આગળના ભાગમાં 276 mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 220 mm ડિસ્ક બ્રેક્સ છે. તેમાં ડ્યુઅલ-ચેનલ ABS છે. હોન્ડાનું સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC) પણ બાઇક સાથે ઉપલબ્ધ છે. સસ્પેન્શન માટે, ગોલ્ડન USD ફ્રન્ટ ફોર્ક અને 5-સ્ટેપ એડજસ્ટેબલ રીઅર મોનો શોક છે. CB300F માં આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરીને, Honda એ સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ આપી છે. આ સિવાય તેમાં ઓલ-એલઇડી લાઇટિંગ સિસ્ટમ અને વોઇસ કંટ્રોલ સિસ્ટમ સહિતની ઘણી સુવિધાઓ છે. તેને ત્રણ રંગોમાં રજૂ કરવામાં આવ્યું છે – સ્પોર્ટ્સ રેડ, મેટ માર્વેલ બ્લુ મેટાલિક અને મેટ એક્સિસ ગ્રે મેટાલિક.
SP160 મોટરસાઇકલ
નોંધનીય છે કે કંપનીએ તાજેતરમાં SP160 મોટરસાઇકલ પણ લૉન્ચ કરી હતી, જે સિંગલ-ડિસ્ક અને ટ્વીન-ડિસ્ક એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. 2023 Honda SP160ને રૂ. 1.18 લાખ (એક્સ-શોરૂમ)ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તેમાં 162.7cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન છે. તે 13.2 bhp અને 14.5 Nm જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે. તેની લંબાઈ 2061mm, પહોળાઈ 786mm, ઊંચાઈ 1113mm, વ્હીલબેઝ 1347mm અને સીટની ઊંચાઈ 796mm છે.