રક્ષા પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે મોદી સરકાર સેના, નૌસેના અને વાયુસેનામાં મહિલાઓને ‘એક સમાન પદ’ પર નિમણૂંક કરવાની દિશામાં આગળ વધી રહી છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ અંતિમ નિર્ણય સુધી સરકાર પહોંચી નથી. સરકાર શોર્ટ સર્વિસ કમીશન હેઠળ સશસ્ત્ર દળોમાં આવેલા મહિલા અધિકારીઓને સ્થાયી કમીશન આપવા તૈયાર હતી. પરંતુ સશસ્ત્ર દળોમાં મહીલાઓની ભરતીના નિયમોને લઇને સમાનતા નથી.
સેનામાં હજુ સુધી મહિલાઓની મહત્વપૂર્ણ પદ પર નિયુક્તિ કરવામાં આવેલ નથી. નૌ સેનામાં પણ મહિલાઓ સમુદ્રમાં જઇ શકતી નથી. આ ત્રણેય સેનાની પાંખ વચ્ચેની સમાનતમાં ઉણપ દર્શાવે છે. દરેક પોતાની રીતે મહિલાઓને સીમિત વિકલ્પ આપી રહ્યાં છે.