ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોષી 31મીએ થઈ રહ્યા છે રિટાયર, એક્સટેન્શન અંગે પ્રવર્તી રહી છે અનિશ્ચિતતા? મુખ્ય સચિવ તરીકે શ્રીનિવાસ કાટિકીથલા-સુનયના તોમરનું નામ ચર્ચામાં
ગુજરાત સરકારમાં આજની સ્થિતિએ આઇએએસ, આઇપીએસ આઇએફએસ. અધિકારીઓમાં દબદબો ચાલી રહ્યો છે. રાજય સરકારમાં 2025ની સ્થિતિએ આઇએએસ અધિકારીઓની કુલ સંખ્યા કુલ 269 છે.
રાજયના મુખ્ય સચિવ પંકજકુમાર જોષી આ ચાલુ માસના અંતમાં રિટાયર થઇ રહ્યા છે. હવે એ જોવાનું રહ્યું કે તેમને એકસ્ટેન્શન આપવામાં આવે છે કે નહીં. તેમની નિવૃત્તિ બાદ સિનિયોરીટી મુજબ સિનિયર આઇએએસ અને હાલ દિલ્હી ખાતે મિનિસ્ટરી ઓફ હાઉસીંગ અને અર્બન અર્ફેસમાં સેવાઓ આપી રહેલાં શ્રીનિવાસ કાટિકીથલાનું ચર્ચામાં આવ્યું છે. શ્રીનિવાસ કાટિકીથલા અનિચ્છા દર્શાવે તો સિનિયર આઇએએસ સુનયના તોમરનો ક્રમ આવે છે.શ્રીનિવાસ કાટિકીથલા 2027ના જુલાઇ માસમાં નિવૃત થશે.તેમને કરેલી કામગીરી પણ રાજ્ય સરકાર જોઈ રહી હતી.
જ્યારે સુનયના તોમરનાં પતિ અજયકુમાર તોમર પણ આઈપીએસ હતા અને ડીજીપીની રેસમાં હતા પરંતુ મહારાષ્ટ કેડર હોવાના કારણે તેમની જગ્યાએ વિકાસ સહાય ડીજીપી બન્યા હતા. જ્યારે અજય તોમર સુરતમાંથી 2024 નિવૃત્ત થયા હતા આજે પણ પોલીસ વિભાગમાં તેમનું નામ પ્રામાણિક અધિકારી લેવામાં આવે છે. અજય તોમર દંપતિ ગુજરાત સરકારની વિવિઘ યોજના લઈને પ્રજાલક્ષી કાર્યવાહી તેમના ધ્વરા કરવામાં આવેલી હતી ગુજરાતમાં તેમની નોંધનીય કામગીરીએ અનેક મોરપીચ્છ ઉમેર્યા હતા.
આવી સ્થિતિમા રાજ્ય સરકાર પણ સિનિયર આઇએએસ અધિકારી સુનયના તોમરના નામ પર મંજુરની મહોર મારી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.
આમ જોઇએ તો હવે 30 જેટલા સિનિયર આઇએએસ અધિકારીઓ અને 230 જુનિયર આઇએએસ અધિકારીઓ છે.