કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે આનંદ વિહાર રેલવે સ્ટેશન પર કુલીઓ સાથે મુલાકાત કરી હતી. તેણે કુલીઓ સાથે વાત કરી. તેમની સમસ્યાઓ સાંભળી. આ દરમિયાન રાહુલે કુલીનો ડ્રેસ પહેરેલા મુસાફરોનો સામાન પણ ઉપાડ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે.
વાસ્તવમાં ઓગસ્ટ મહિનામાં કુલીઓએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જે બાદ હવે રાહુલ ગાંધીએ કુલીઓ સાથે મુલાકાત કરી છે. વીડિયોમાં રાહુલ ગાંધી કુલીનો ડ્રેસ પહેરીને યાત્રીઓનો સામાન માથા પર લઈ જતા જોવા મળે છે. આ દરમિયાન કેટલાક કુલીઓ તેમની સાથે ચાલી રહ્યા છે.
जननायक राहुल गांधी जी आज दिल्ली के आनंद विहार रेलवे स्टेशन पर कुली साथियों से मिले।
पिछले दिनों एक वीडियो वायरल हुआ था जिसमें रेलवे स्टेशन के कुली साथियों ने उनसे मिलने की इच्छा जाहिर की थी।
आज राहुल जी उनके बीच पहुंचे और इत्मीनान से उनकी बात सुनी।
भारत जोड़ो यात्रा जारी है.. pic.twitter.com/e2Ru5IpgY0
— Delhi Congress (@INCDelhi) September 21, 2023
તસવીર શેર કરતા કોંગ્રેસ પાર્ટીએ લખ્યું કે, ‘જનતાના નેતા રાહુલ ગાંધીજી આજે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર તેમના કુલી મિત્રોને મળ્યા. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રેલવે સ્ટેશનના કુલી સાથીઓએ તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે રાહુલજી તેમની વચ્ચે પહોંચ્યા અને તેમને આરામથી સાંભળ્યા. ભારત જોડો યાત્રા ચાલુ છે.