વલસાડ નો તિથલ દરિયો જ્યાં શનિ રવિ ની રજા માં મોટી સંખ્યા માં સહેલાણી ઓ અહીંયા આવે છે અને મજા માણે છે પરંતુ એ કોના ભરોસે અને કેવી રીતે કેમ તિથલ ગ્રામ પંચાયત અને પ્રવાસન વિભાગ કોઈ પણ પ્રકાર ની કામગરી કરતુ નથી ક્યારેક અહીંયા આવતા પ્રવાસી ઓ સાથે કોઈ ઘટના બની જાય તો જિમ્મેદારી કોની એ સવાલ હાલ તિથલ દરિયા ની પરિસ્થતિ જોતા લાગે છે
સત્ય ડે ની ટીમે વલસાડ ના તિથલ દરિયા ની રિયાલિટી ચેક કરી ત્યારે અહીંની વાસ્તવિકતા સામે આવી દૂર દૂર થી રજા ના દિવસો માં મોટી સંખ્યા માં તિથલ ખાતે પ્રવાસી ઓ આવે છે આખો દિવસ અહીં ફરી ને પોતાના ઘરે પરત જતા રહે છે પરંતુ તેઓ આવે છે અહીંયા કોના ભરોસે વલસાડ ના તિથલ દરિયે આવતા લોકો ની કોઈ સલામતી નથી અહીંયા પ્રવાસન વિભાગે લગાવેલ ચેતવણી બોર્ડ પણ શોભા ના ગાંઠિયા સમાન છે તિથલ દરિયે અનેક વાર લોકો દરિયાના પાણી માં ડૂબી ને મોત ને ભેટ્યા છે તો છતાં પણ તંત્ર ના પેટનું પાણી હાલતું નથી અને હવે હજી પણ બીજી ઘટના બને એની રાહ જોઈ રહ્યું છે
તિથલ દરિયે ભરતી ના પાણી માં નાહવાની મજા માણતા લોકો દરિયા માં દાદર પર અને અંદર પથ્થર પર બેસી ને નાહવાની મજા મને છે જેમાં બાળકો હોય કે નાના ભૂલકા હોય કે યુવાનો હોય કે પછી ઘરડા હોય તેઓ ને નાહવા માટે અહીંયા કોઈ રોકતું નથી કોઈ પણ પ્રકાર ની સલામતી અહીંયા પ્રવાસી ઓની નથી પ્રવાસન વિભાગ કે ગ્રામ પંચાયત કે પછી પોલીસ દવારા અહીં દરિયા માં નાહવા જતા પ્રવાસી ઓને કોઈ અટકાવતું નથી બહાર થી આવેલ પ્રવાસી ઓની સલામતી માટે તંત્ર એ વિચારવાની અવત તો દૂર તંત્ર માત્રે કાગળ પર પ્રવાસન ની વાતો કરી લોકો ના જીવ સાથે ખેલી રહી છે ત્યારે અહીં આવતા પ્રવાસી ઓની સલામતી માટે પગલાં ભરી એ જરૂરી બન્યું છે