વાયુ પ્રદૂષણની હાનિકારક અસરથી બચવા માટે અમદાવાદ ટેક્સટાઈલ રિસર્ચ અસોસિએશન(ATIRA)એ નેનો-ફાયબરની મદદથી સ્પેશિયલ માસ્ક તૈયાર કર્યા છે. આ ટેક્નોલોજી ATIRA દ્વારા ડેવલોપ કરવામાં આવી છે જ્યારે માસ્કની ડિઝાઈન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન(NID), અમદાવાદના વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે. ATIRAના ડેપ્યુટી ડિરેક્ટર સી.આર.પ્રયાગ જણાવે છે કે, માસ્ક બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલી નેનો વેબ-બેઝ્ડ ટેક્નોલોજીની મદદથી બેક્ટેરિયા અને વાયરસ ફિલ્ટર થઈ જશે. ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રદૂષણભર્યા વાતાવરણમાં આખો દિવસ ઉભું રહેવાનું હોવાને કારણે આ માસ્ક તેમના માટે ખાસ મદદરુપ સાબિત થશે. તેમણે આગળ જણાવ્યું કે, નેનો ફાયબર ટેક્નોલોજીની મદદથી બેક્ટેરિયા અને વાયરસ સહિતના જર્મ્સ તેમજ 2.5 માઈક્રોન્સ સુધીના PM(Particulate matter) ફિલ્ટર થઈ શકે છે. પહેલા ફેઝમાં ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટને 5000 માસ્ક આપવામાં આવ્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંહે કહ્યું કે, ટ્રાફિક પોલીસે અત્યંત પ્રદૂષણ વાળા વાતાવરણમાં ઉભું રહેવું પડતું હોય છે, અને તેના પર તેમનો કોઈ કંટ્રોલ પણ નથી હોતો. અમે આ પ્રોડક્ટનો શક્ય હોય તેટલા જંક્શન પર ઉપયોગ કરીને ટ્રાયલ કરીશું અને ફીડબેક આપીશું. આવી ટેક્નોલોજી આપણા માટે ઘણી ફાયદાકારક છે. NIDના ડિરેક્ટર પ્રદ્યુમન વ્યાસ જણાવે છે કે, માસ્કની ડિઝાઈનમાં જરુરી સુધારા કરવા માટે સંસ્થા ટ્રાફિક પોલીસ પાસેથી ફીડબેક મેળવશે. ATIRA માસ્કના કોમર્શિયલ પ્રોડક્શન માટે જરુરી સપોર્ટ કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.