જમ્મૂ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ મામલે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા સાઈટોને નોટિસ મોકલી છે. દિલ્હી હાઈકોર્ટે નોટિસ મોકલીને પૂછ્યુ કે કઠુઆ ગેંગરેપ પીડિતાની ઓળખ કેમ છતી કરવામાં આવી. હવે આ મામલે આગામી સુનાવણી 29 મે ના રોજ કરવામાં આવશે. કઠુ આ ગેંગરેપ મામલે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ, ફેસબુક અને ટ્વિટરને મોકલી નોટિસ
દિલ્હી હાઈકોર્ટે મોકલી ગૂગલ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા સાઈટોને નોટિસ
પીડિતાના નામની ઓળખ છતી કરવા અંગે દિલ્હી હાઈકોર્ટ ખૂબ જ ગંભીર છે. ઘણી સોશિયલ વેબસાઈટ્સ પર કઠુઆ ગેંગરેપ પીડિતાના નામ અને ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો. જે અંગે કોર્ટે ઘણાને નોટિસ મોકલી છે. કઠુઆ ગેંગરેપ મામલે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ, ફેસબુક અને ટ્વિટરને મોકલી નોટિસ 29 મે ના રોજ આગામી સુનાવણી મોટાભાગે સોશિયલ મીડિયા સાઈટ્સે પીડિતાનું નામ છતુ કર્યુ અને ઘણાએ તો બાળકીના મોત બાદ પણ તેના ફોટા ચલાવ્યા. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને ગૂગલ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા સાઈટોને નોટિસ મોકલી. આ પહેલા ઘણી ન્યૂઝ વેબસાઈટ અને ટીવી ચેનલને પીડિતાના નામ અને ફોટો બતાવવાના આરોપમાં નોટિસ મોકલવામાં આવી ચૂકી છે.