કર્ણાટક વિધાનસભામાં યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આપેલા સમય પ્રમાણે 4 વાગે યેદિયુરપ્પા બહુમત પ્રાપ્ત કરવા જણાવ્યું હતું. આમ યેદિયુરપ્પાએ ફરી રાજ્યમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું છે. આમ 4 દિવસના રાજકીય નાટ્યાત્મકનો અંત આવ્યો છે.
ત્યારે હવે રાજ્યમાં હવે કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર બનવાને લઇને કવાયત આગામી સમયમાં હાથ ધરે તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે છેલ્લા બે દિવસથી યેદિયુરપ્પા ભાજપ સરકારને બહુમતિ મળશે તેવો દાવો કરી રહ્યા હતા.
યેદિયુરપ્પાએ વિધાનસભામાં સંબોધન કર્યું. કોંગ્રેસ-જેડીએશનું ગઠબંધ તકવાદી છે. જનાદેશ કોંગ્રેસ-જેડીએસ વિરુધ્ધમાં ગયો છે. ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં સામે આવી. કોંગ્રેસની નિષ્ફળતાને લીધે અમે ચૂંટણી જીત્યા. યેદિયુરપ્પા વિધાનસભામાં સંબોધન દરમિયાન ભાવુક થયા. હું છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોની સેવા કરીશ. કોંગ્રેસ અને જેડીએસ એકબીજા સામે લડયા. ખેડૂતોનું દેવું માફુ કરવા માંગતો હતો. કર્ણાટકની જનતાના જનાદેશ સામે બંને અવસરવાદી પક્ષ એક થઈ ગયા
કર્ણાટકમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. જેને લઇને રાજ્યપાલ વજુભાઇ વાળાએ યેદિયુરપ્પાને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. બહુમતથી દૂર હોવા છતાં ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપતા કોંગ્રેસ-જેડીએસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.