કેમેરા સાથે વિશિષ્ટ કળા વિના વ્યવસાય ટકાવવો મુશ્કેલ
ફોટોગ્રાફી માત્ર વ્યવસાય જ નહીં, પણ યાદો કે પુરાવા, ઈતિહાસને જીવંત રાખવાની એક અનમોલ કળા છે. લગ્ન, તહેવાર, પ્રવાસ, મેળાવડો કે ખાસ પ્રસંગ ફોટો વિના અધૂરો લાગે છે. જોકે, ફોટોનો ક્રેઝ વધવા તરફ છે પરંતુ આમ ફોટોગ્રાફીનો વ્યવસાય ડીઝીટલ કેમેરા અને સ્માર્ટ ફોનના કારણે હાલ પડકારનો સામનો કરે છે.
યાદોને જીવંત રાખવાનું માધ્યમ એવા ફોટોની કળામાં પણ આમૂલ પરિવર્તનનો વાયરો
ફોટોગ્રાફીમાં સમયની સાથે પરિવર્તિત થઈને વિશિષ્ટ કળા, સાધનોનો સુમેળ સાધનારા ફોટોગ્રાફક દામની સાથે નામ પણ કમાઈ રહ્યા છે ત્યારે આવતીકાલે વર્લ્ડ ફોટોગ્રાફી ડેને અનુલક્ષીને કેમેરામાં સારી-નરસી યાદોથી લઈને ઈતિહાસ તેમજ કુદરતના અખૂટ સૌદર્યને કેદ કરતાં ફોટોગ્રાફર સાથે વાતચિત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પરિવર્તનનો દુનિયામાં પણ મહત્વપૂર્ણ ભાગ વાયરો દરેક ક્ષેત્રની સાથે ફોટોગ્રાફની ભજવી રહ્યો છે. સેલ્ફી, લાઈવ બદલાઈ વીડિયો, ડ્રોન શોટ્સ ફોટો ગ્રાફીના ફોટો હવે માત્ર યાદો જ નહીં, પણ સોશિયલ મીડિયા પર વ્યક્તિત્વ રજૂ કરવાનો માધ્યમ પણ બની ગયો છે. માનવજીવનની ભાવનાઓ, સંસ્કૃતિ અને યાદોને કેદ કરવાની શક્તિ હજુ પણ ફોટોગ્રાફી પાસે છે. ટેકનોલોજી બદલાઈ ફોટોગ્રાફીની કલા હંમેશાં સ્મૃતિઓને સજીવન રાખતી રહેશે. પરંતુ હવે પ્રવાસીઓ પણ કચ્છમાં ફોટોગ્રાફરની મદદ લેતા થયા કચ્છ ફોટોગ્રાફી માટે પણ વિશ્વભરમાં અનોખું સ્થાન ધરાવે છે. અહીંના ફોટોગ્રાફરો સંસ્કૃતિ, વારસા અને પર્યટનને જીવંત રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે એમ જણાવતાં લખપત-નખત્રાણા ફોટો વીડિયો એસો.ના પ્રમુખ જીતેશ મનસુખલાલ ગજ્જરે જણાવ્યું હતું કે, રણોત્સવ દરમિયાન પ્રવાસીઓમાંથી ૨૦ ટકા લોકો પ્રોફેશનલ ફોટોગ્રાફી સેવા લે છે એટલે સીઝનમાં સારી એવી આવક મળે છે.
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં નામ અને દામ બંને પૂરતા
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતા લિયાકતઅલી નોતિયારે જણાવ્યું હતું કે, કચ્છમાં છારીઢંઢ, લખપત અને નારાયણ સરોવર જેવા સ્થળોએ સાઈબીરિયા, કઝાકિસ્તાન અને હિમાલય બાજુથી અનેક પક્ષીઓનો ચોમાસામાં અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં પડાવ હોય છે. જે પક્ષીઓના ફોટાની અનેકગણી ડિમાન્ડ છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટ્રી અને વધતા જતા ટુરિઝમમાં પણ ફોટોગ્રાફીનું મહત્ત્વ છે.
લગ્નની ફોટોગ્રાફી કરવાનું ચલણ આજે પણ અકબંધ
ઈવેન્ટ ફોટોગ્રાફર ઈકબાલ ચાકીએ જણાવ્યું હતું કે, તેઓ ૧૭ વર્ષથી ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વર્ષમાં ચારથી પાંચ જેટલા લગ્નની સીઝનમાં ઓર્ડર મળે છે અને તે ફોટોગ્રાફસનો ખર્ચ પણ લોકો હોંશે હોંશે કરી રહ્યા છે. આ ઉપરાંત અન્ય નાના સમારંભમાં પણ લોકો ખાસ ફોટોગ્રાફરને બોલાવતા હોય છે. આમ, હજુ ફોટોગ્રાફીનું મહત્ત્વ લોકો સમજી રહ્યા છે.
પ્રસંગને યાદગાર રાખવા પ્રોફેશનલ ફોટોગ્રાફરની માગ
સ્ટુડિયો ધરાવતા જીતેશ ગજ્જરે જણાવ્યું હતું કે, ભલે સ્માર્ટ મોબાઈલ ફોન મારફતે લોકો કોટા પાડતા હોય, પણ ફોટોગ્રાફી કરવા આમંત્રણ આપતા હોય છે. લગ્નની સીઝનમાં ફોટોગ્રાફરને તેમની મહેનતનું વળતર સારૂ એવું મળી રહે છે. હવે સ્માર્ટ મોબાઈલ ફોન આવતા પ્રોફેશનલ ફોટોગ્રાફરનું મહત્ત્વ ઘટયું હોવાનું રવાપરનાં ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલા યોગેશ સોનીએ જણાવ્યું હતું.