નવસારીથી
સુરત આવેલા અને સુરતમાં રિક્ષામાં બેસેલા યુવાનને રિક્ષામાં અગાઉથી સવાર ત્રણ જેટલા ઇસમોએ ઢોરમાર મારી મોબાઈલ તેમજ રોકડા રૂપિયા મળી કુલ ૧૦ હજારની મત્તા લુટી ફરાર થઇ ગયા હતા તો બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જયારે વરાછા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે
નવસારીમાં રહેતા સોનુભાઇ સેગજીભાઇ વસાવા હોટલમાં રસોઈ બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે ગતરોજ તેઓ રાત્રીના દસ વાગ્યાની આસપાસ બસમાં બેસી સુરત આવ્યા હતા અને સુરત સ્ટેશનથી પીપલોદ તેઓના સગા-સબંધીને મળવા જવાના હતા જેથી તેઓએ સબરસ ગરનાળા પાસે એક રિક્ષમાં બેઠા હતા દરમ્યાન રિક્ષામાં અગાઉથી સવાર ત્રણ ઈસમો પૈકી એક ઇસમેં પોતાની બેગ ભૂલી ગયો છે તેમ કહી રિક્ષા સ્ટેશનની પાછળ આવેલી ઝૂપડપટ્ટીમાં લઇ ગયો હતો જ્યાં ત્રણેય ઇસમોએ એક સંપ થઇ યુવાનને ઢોરમાર માર્યો હતો અને તેની પાસે રહેલા મોબાઈલ અને રોકડા રૂપિયા મળી ૧૦ હજારની મત્તા લુટી ફરાર થઇ ગયા હતા બાદમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે તો બીજી તરફ સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે