કોણ છે નંદીશ સંધુની મંગેતર? જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે ‘ઉતરન’ ફેમ અભિનેતા
રશ્મિ દેસાઈના ભૂતપૂર્વ પતિ નંદીશ સંધુએ સગાઈ કરી લીધી છે. અભિનેતાએ પોતાની મંગેતર સાથેની તસવીર શેર કરીને ચાહકો સાથે આ માહિતી શેર કરી છે. ચાલો તમને પણ જણાવીએ કે આખરે નંદીશની મંગેતર કોણ છે?
ટીવીના જાણીતા અભિનેતા નંદીશ સંધુએ સગાઈ કરી લીધી છે. ‘ઉતરન’ સિરિયલથી ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવનાર નંદીશે પોતાના ઇન્સ્ટાગ્રામ પર મંગેતર સાથે પોઝ આપતી તસવીર શેર કરીને ઓડિયન્સને ખુશખબર આપી છે. નંદીશ પહેલા બિગ બોસ ફેમ અને ‘ઉતરન’ અભિનેત્રી રશ્મિ દેસાઈ સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો, પરંતુ છૂટાછેડા પછી બંને સિંગલ જીવન જીવી રહ્યા હતા. હવે નંદીશના જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી છે. નંદીશની મંગેતર કવિતા બેનર્જી (Kavita Banerjee) પણ ટીવી જગતનું જાણીતું નામ છે. ચાલો કવિતા બેનર્જી વિશે વિગતવાર જાણીએ.
કોણ છે કવિતા બેનર્જી?
નંદીશ સંધુની મંગેતર કવિતા બેનર્જી કોલકાતામાં ઉછરેલી છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત ‘તેરી મેરી એક જિંદડી’ સિરિયલથી કરી હતી. આ ટીવી સિરિયલથી કવિતાએ ટીવી જગતમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. આ પછી કવિતા ટીવીની હિટ સિરિયલ ‘ભાગ્ય લક્ષ્મી’માં પણ જોવા મળી હતી. સિરિયલોની સાથે-સાથે કવિતા વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. ‘એક વિલેન રિટર્ન્સ’માં કવિતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, ‘હિચકી એન્ડ હુકઅપ્સ’ વેબ સિરીઝમાં કવિતાએ પોતાના અભિનયથી ઓડિયન્સના દિલ પર અલગ છાપ છોડી હતી.
ઇન્સ્ટા પર શેર કર્યા ફોટા
કવિતા અને નંદીશે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સગાઈના ફોટા શેર કરીને કેપ્શન પણ લખ્યું છે. નંદીશે પોતાના કેપ્શનમાં લખ્યું, ‘હાય પાર્ટનર’ અને તેની સાથે હાર્ટ ઇમોજી પણ મૂકી છે. કપલની આ પોસ્ટ પર તેમના ચાહકો અને ઇન્ડસ્ટ્રીના મિત્રો તેમને જીવનની નવી શરૂઆત માટે અભિનંદન આપી રહ્યા છે. ટીના દત્તા, ઐશ્વર્યા ખરે અને આકાંક્ષા પુરી જેવી અભિનેત્રીઓએ નંદીશ અને કવિતાની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન આપ્યા છે.
View this post on Instagram
રશ્મિ દેસાઈ સાથે થયા હતા છૂટાછેડા
જણાવી દઈએ કે નંદીશના પહેલા લગ્ન રશ્મિ દેસાઈ સાથે થયા હતા. બંને ‘ઉતરન’ સિરિયલમાં સાથે કામ કરતા હતા અને ત્યારથી જ બંનેની નિકટતા પણ વધી ગઈ હતી. વર્ષ 2012માં કપલે લગ્ન કર્યા અને વર્ષ 2015માં બંનેના છૂટાછેડા પણ થઈ ગયા હતા. છૂટાછેડા પછી રશ્મિએ નંદીશ પર ઘરેલુ હિંસા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જણાવી દઈએ કે નંદીશ ‘ઉતરન’ ઉપરાંત ‘ફિર સુબહ હોગી’, ‘બેઇન્તેહા’ અને ‘ગ્રહણ’ જેવી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે.