પાકિસ્તાને બીએસએફની ૪૦ ચોકીઓને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. આમ, હવે કાશ્મીર સરહદે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તે છે. ફાયરિંગ અને મોર્ટારમારામાં ચારનાં મોત થયાં છે તેમજ ર૦થી વધુ લોકો ઘાયલ થયા છે. કાશ્મીર સરહદ પરથી ૪૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા ફાયરિંગ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભારત પાડોશી દેશ સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ તે પોતાની નાપાક હરકતો બંધ કરતું નથી. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ ગોળી અમારા તરફથી નહીં, પરંતુ તેમના તરફથી ચલાવવામાં આવી છે. પાકિસ્તાનના ફાયરિંગનો જવાબ આપવા બીએસએફને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. આજે સવારે કઠુઆ જિલ્લાના હીરાનગરમાં સરહદની પેલે પારથી થયેલા ફાયરિંગમાં લોદી વિસ્તારના રામપોલ નામના એક નાગરિકને ગોળી વાગતાં તેને જમ્મુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પાછળથી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આખી રાત ચાલેલા ફાયરિંગ અને મોર્ટારમારામાં ર૦ વ્યકિતઓ ઘાયલ થઇ છે, જે પૈકી ત્રણ વ્યકિત હીરાનગર સેકટરના લોદી ગામની છે અને એક વ્યકિત અરનિયા સેકટરની છે. ઘાયલ પૈકી કેટલાંકની સ્થિતિ ગંભીર છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.