મોબાઈલ કંપનીઓ ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખવા માટે ઘણી આકર્ષક ઓફર પ્રસ્તુત કરતી રહે છે. કંપનીઓની તેમની શાનદાર ઓફર્સના કારણે ગ્રાહકોને ફાયદો થાય છે. રિલાયન્સ Jio ના આવ્યા બાદ મોબાઈલ ક્ષ્રેત્રના ડેટાનો પ્રયોગ ઘણો વધ્યો છે અને પ્લાન સસ્તા થઈ રહ્યા છે. જિયોએ ૧૦૧ રૂપિયાનો પ્લાન પ્રસ્તુત કર્યો છે જેમાં યુઝર્સને દરરોજ ૨જીબી ડેટા મળશે. કંપનીના આ પેકમાં યુઝર્સને ૪ દિવસ માટે દરરોજ ૨ જીબી ડેટા મળશે. ૨ જીબી ની લીમીટ સમાપ્ત થયા બાદ યુઝર્સને ૬૪kbps ની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળશે. તેમ છતાં આ વાતની જાણકારી કંપનીએ આપી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, યુઝર્સ જિયોના આ પ્લાનને માય જિયો એપ્પ પર જોઈ શકશે. તમને જણાવી દઈએ કે, કંપની યુઝર્સને માત્ર ડેટા ઓફર આપી રહી છે, તેમાં ફ્રી કોલિંગ અથવા એસએમએસની સુવિધા મળશે નહી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.