કરાવા ચોથ પર મસ્જિદ પહોંચેલી સોનાક્ષી સિંહાને લોકોએ કરી ટ્રોલ
કરવા ચોથના અવસર પર અભિનેત્રી સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયા પર નેટીઝન્સ દ્વારા ટ્રોલ થઈ ગઈ. સોનાક્ષીએ તેના પતિ ઝહીર ઇકબાલ સાથે મસ્જિદમાંથી ફોટો શેર કર્યા, જેના પછી તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો.
બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિંહા ફરી એકવાર ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. કરવા ચોથના દિવસે પતિ સાથે મસ્જિદમાંથી ફોટો શેર કરવા બદલ લોકો સોનાક્ષી પર ખૂબ ગુસ્સે થયા. સોનાક્ષી અને ઝહીર ઇકબાલના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કરવા ચોથના અવસરે અબુ ધાબીની મસ્જિદમાંથી પોસ્ટ કરાયેલા સોનાક્ષીના આ ફોટા સોશિયલ મીડિયા યુઝર્સને પચ્યા નહીં અને નેટીઝન્સે તેમને આડે હાથે લીધા. જોકે, સોનાક્ષી અને ઝહીરે ટ્રોલર્સને કોઈ જવાબ આપ્યો નથી અને આ મુદ્દાને હવા આપી નથી. ચાલો સોનાક્ષી અને ઝહીરના ફોટા પર એક નજર કરીએ.
મસ્જિદમાંથી ફોટા કર્યા શેર
હકીકતમાં, કરવા ચોથના અવસર પર સોનાક્ષી સિંહાએ તેના પતિ સાથે અબુ ધાબીની પ્રખ્યાત શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદમાંથી કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા.
- આ ફોટામાં સોનાક્ષીએ લીલા રંગનો દુપટ્ટો પોતાના માથા પર લીધો છે.
- સોનાક્ષી પોતાના પતિ ઝહીર સાથે હાથમાં હાથ નાખીને મસ્જિદમાં ફરતી જોવા મળી રહી છે.
- અભિનેત્રીએ ૫ ફોટા શેર કર્યા અને તેની સાથે એક વીડિયો પણ શેર કર્યો.
- આ ફોટા સાથે સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું, “અબુ ધાબીમાં થોડો શાંતિનો અનુભવ થયો.”
- આ ફોટા જોઈને એક યુઝરે કમેન્ટ કરી કે, “કરવા ચોથ કરી રહ્યાં છો કે હજ?” અને આના જેવા અનેક કટાક્ષભર્યા કમેન્ટ્સ આવ્યા.
View this post on Instagram
અગાઉ પણ થઈ ચૂક્યા છે ટ્રોલ
જોકે, આ પહેલીવાર નથી જ્યારે સોનાક્ષીને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હોય. જ્યારે સોનાક્ષીએ ઝહીર સાથે લગ્ન કર્યા હતા ત્યારે પણ તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. હવે આ કપલ ટ્રોલર્સ પર ધ્યાન આપતું નથી અને પોતાનું જીવન ખુશીથી જીવે છે.
જણાવી દઈએ કે મસ્જિદના ફોટાની સાથે-સાથે સોનાક્ષીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કરવા ચોથની ઉજવણી કરતી એક સેલ્ફી પણ શેર કરી હતી. આ સિવાય સોનાક્ષી અને ઝહીર અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકબીજાના મજેદાર અને ક્યૂટ ફોટા અને વીડિયો શેર કરતા રહે છે.