મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023: મધ્યપ્રદેશના રમતગમત મંત્રી યશોધરા રાજે સિંધિયાએ મોટું નિવેદન આપ્યું છે. સિંધિયાએ વિધાનસભામાં પ્રચાર કરવાની ના પાડી દીધી છે. તેમણે અગાઉ સ્વાસ્થ્યના કારણોને ટાંકીને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. હવે તેમણે વિધાનસભામાં પ્રચાર કરવાની પણ ના પાડી દીધી છે. યશોધરા રાજે સિંધિયાએ કહ્યું કે જો મારે પ્રચાર કરવો હોત તો હું જાતે જ ચૂંટણી લડત.
