ફટાકડા પર પ્રતિબંધ લગાવવાના મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારા દ્વારા આપવામાં આવેલા અગાઉના આદેશો માત્ર દિલ્હી માટે જ નથી. ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો અમારો આદેશ આખા દેશ માટે હતો. તેમણે કહ્યું, ‘અમારા જૂના આદેશમાં, અમે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો મુદ્દો સ્થાનિક સરકાર પર છોડી દીધો હતો, પરંતુ અમને હોસ્પિટલ જેવા આરોગ્ય-સંવેદનશીલ સ્થળોએ ફટાકડા ન ફોડવા અને ફટાકડા ફોડવા માટે સમય મર્યાદા નક્કી કરવા જણાવ્યું હતું. NCRમાં આવતા રાજસ્થાનના વિસ્તારો માટે દિલ્હી-NCRના નિયમો લાગુ થશે. એટલે કે ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
