આસામ કોંગ્રેસના ધારાસભ્ય આફતાબુદ્દીન મોલ્લાની પોલીસે પૂજારીઓ, નામઘરિયાઓ અને સંતો પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ડીજીપી જીપી સિંહને ટાંકીને કહ્યું કે આઈપીસીની કલમ 295(એ)/153એ(1)(બી)/505(2) હેઠળ દિસપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસમાં વ્યસ્ત છે.
આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા કોંગ્રેસી નેતાની ઓળખ આફતાબુદ્દીન મોલ્લા તરીકે થઈ છે, જે જલેશ્વર વિધાનસભા ક્ષેત્ર (આસામ) ના વર્તમાન ધારાસભ્ય છે. પોલીસે જણાવ્યું કે, ફરિયાદના આધારે દિસપુર પોલીસ સ્ટેશનમાં IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પર 4 નવેમ્બરના રોજ ગોલપારા જિલ્લામાં એક જાહેર સભામાં પૂજારીઓ, નામઘરિયાઓ અને સંતોને નિશાન બનાવીને ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે.