આજે દેશવ્યાપી બેંક હડતાલનો બીજો દિવસ છે. પગાર વધારા સહિતની માંગણીસર ૧૦ લાખથી વધુ કર્મચારીઓ – અધિકારીઓ ગઇકાલથી હડતાલ પર છે. આજે પણ બેંક કામદારોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી પગાર વધારા સહિતની પોતાની માંગણીઓ દોહરાવી હતી. મહિનાના અંતે બેંકો બંધ રહેતા કરોડો રૂપિયાના વ્યવહારો અસ્તવ્યસ્ત થઇ ગયા છે. આજે અકિલા ઠેકઠેકાણે એટીએમ કેશલેસ થઇ ગયાનું જાણવા મળે છે. કરોડો કર્મચારીઓના પગાર અટવાઇ પડતા તેઓ હેરાન થઇ ગયા છે. ડીજીટલ વ્યવહારોને પણ માઠી અસર થઇ છે. આજે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, અકીલા મોરબી, પોરબંદર, ભુજ-કચ્છ સહિત નાના મોટા શહેરોમાં સરકારી બેંકો સજ્જડ બંધ રહી હતી. કર્મચારીઓએ ઠેર-ઠેર દેખાવો યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશમાં બેંકીંગ યુનિયન્સના છત્ર સમાન યુનાઇટેડૉ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ આપેલી બે દિવસીય હડતાળને ગુજરાતમાં સજ્જડ પ્રતિસાદ સાંપડયો હતો અને બેંકીંગ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઇ હતી. જેને કારણે લગભગ ૧૫,૦૦૦ કરોડનો નાણા વ્યવહાર ખોરવાયો હતો એમ યુનિયનના વર્તુળોએ જણાવ્યું હતું. ડિપોઝીટ, એફડી રિન્યુઅલ્સ, સરકારી ટ્રેઝરી કામગીરી અને મની માર્કેટ કામગીરી પર હડતાળની અસર પડી હતી. એસબીઆઇ, પીએનબી અને બીઓબી સહિતની મોટા ભાગની બેંકોએ તેમના ગ્રાહકોને હડતાળને કારણે કામગીરી ખોરવાઇ જવાની સૂચના અગાઉથી આપી દીધી હતી. ગુજરાતભરમાં બેંકીંગ કામગીરી ઠપ થઇ ગઇ હતી અને બેંકીંગ કર્મચારીઓએ દેખાવો અને રેલીનું આયોજન કર્યું હતું. યુએફબીયુએ બેંકીંગ કર્મચારીઓના વેતનમાં બે ટકાની મામૂલી વૃધ્ધિના સરકારના પ્રસ્તાવના વિરોધમાં આ હડતાળનું આહ્વાન કર્યું હતું. ઇન્ડિયન બેંકસ એસોસીએશન (આઇબીએ)એ આપેલા હડતાળના એલાનને ખાનગી ક્ષેત્રની જુની બેંકિંગ સંસ્થાઓ તેમજ વિદેશી બેંક્સે પણ સમર્થન કર્યું છે. જોકે નવી પેઢીની ખાનગી બેંકસ જેવી કે આઇસીઆઇસીઆઇ, એચડીએફસી અને એકિસસ બેંક ખાતે કામગીરી રાબેતા મુજબ ચાલુ રહી હતી. ચેમ્બરે સરકારને વિનંતી કરીને સરકારી બેંકોની સ્વસ્થતા સુધારવા માટે સ્ટિચ્યુલસ પ્લાન ઘડી કાઢવા પણ જણાવ્યું હતું. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં કેરળ, પશ્ચિ બંગાળ, બિહાર અને ઝારખંડમાં હડતાળની અસર વધુ સજ્જડ હતી. ૨૧ જાહેર ક્ષેત્રની ૨૧ બેંકસ, જૂની પેઢીની ૧૨ ખાનગી બેંકસ, છ વિદેશી બેંકસ અને ૫૬ પ્રાદેશિક ગ્રામીણ બેંક્સના કુલ ૧૦ લાખથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતો તેમની મુખ્ય માગણી વેતનમાં વાજબી સુધારાની છે. જોગાનુજોગ હડતાળ અને મહિનાની આખર તારીખ સાથે હોવાના કારણે સર્વિસ વર્ગને વેતન સંબંધી સમસ્યા નડી હતી. સાંજ સુધીમાં કેટલાક એટીએમ ખાલી થઇ ગયા હતા. આરબીઆઇના અધિકારીના જણાવ્યા મુજબ આરટીજીએસ જેવી સગવડને કારણે ડિજીટલ બેંકીંગ કામગીરીનો માત્ર ૫ ટકા હિસ્સો ડિજીટલ બેંકીંગનો છે એમ તેમણે ઉમેર્યું હતું. અન્ય રાજ્યોની સરખામણીમાં કેરળ, પヘમિ બંગાળ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં હડતાળની અસર વધુ જોવા મળી હતી. જોકે આરબીઆઇની કામગીરી ચાલુ રહી હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.