ભૂકંપ: શુક્રવારે (નવેમ્બર 17) ફિલિપાઈન્સના મિંડાનાઓમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, મિંડાનાઓમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી. ધરતીકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિમી (6.2 માઇલ) ની ઊંડાઇએ હતું. હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.
