સુઝાન શેફર્ડનું નિધનઃ હોલીવુડની ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુઝાન શેફર્ડનું નિધન થયું છે. તેણી 89 વર્ષની હતી. તેણે ‘ગુડફેલાસ’ અને ‘ધ સોપ્રાનોસ’માં માતાની ભૂમિકા ભજવી હતી. અમેરિકન મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીનું શુક્રવારે સવારે ન્યૂયોર્ક સ્થિત તેના ઘરે નિધન થયું હતું. અભિનેત્રીના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર છે.
