હરિયાણા કર્મચારી પસંદગી આયોગ દ્વારા રાજ્ય પોલીસની અનેક જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કોન્સ્ટેબલ અને એસઆઇ જગ્યા પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આ ભરતી દ્વારા આયોગ ઘણા ઉમેદવારોની પસંદગી કરશે. ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે.
જગ્યા : ભરતીમાં કોન્સ્ટેબલ અને એસઆઇ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. 7110 ઉમેદવારોની પસંદગી થશે. આ પદમાં 5000 પુરૂષ કોન્સેટબલ, 1147 મહિલા કોન્સ્ટેબલ, 400 પુરુષ એસઆઇ, 63 મહિલા એસઆઇ જગ્યા અનામત છે.
પગાર : ઉમેદવારને પગાર 21,700 – 69,100 રૂપિયા અને એસઆઇ જગ્યા પર 35,400-1,12,400 રૂપિયા હશે
યોગ્યતા : ભરતીમાં કોન્સ્ટેબલની ભરતી માટે 12 પાસ ઉમેદવાર હોવો જોઇએ જ્યારે એસઆઇ માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જરૂરી
અરજી માટે ફી : આ કોન્સ્ટેબલની ભરતી માટે જનરલ વર્ગના ઉમેદવારે 100 રૂપિયા, અનામત વર્ગના પુરુષ ઉમેદવારે 25 રૂપિયા, જનરલ વર્ગની મહિલા ઉમેદવારોએ 50 રૂપિયા, અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ 13 રૂપિયા ફી આપવી પડશે
અરજી કરવાની અંતિમ તારીખ : 4 જૂન 2018
કેવી રીતે કરશો અરજી : ભરતી માટે ઇચ્છુક ઉમેદવાર www.hssc.gov.in પર જઇ અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, સીબીટી અને અનુભવના આધારે કરવામાં આવશે