સુરતના સચીન વિસ્તારમાં મળેલી લાશ લીંબાયતના યુવાનની હોવાનું બહાર આવ્યું હતું અને આ ઘટનામાં આરોપીઓએ અપહરણ કરી હત્યા કરી ખંડણી માંગી હતી જો કે આ ઘટનામાં અગાઉ લીંબાયત પી.આઈ.પણ સસ્પેન્ડ થઇ ચુક્યા છે ત્યારે આ બનાવની ગુત્થી સુલાજાવવા સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે આ ઘટનામાં હત્યારા બીજા કોઈ નહિ પરંતુ તેના જ મિત્રો નિકળ્યા હતા
ગત તારીખ 27મીના રોજ અનવર શેખને મોપેડમાં બેસાડી વક્તાણા ગામની સીમમાં લઈ જવાયો હતો. ત્યાં ખેતરમાં પેશાબ કરવાના બહાને બે સાથી મિત્રો અને આરોપીઓએ દોરી વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં અનવરના પિતા પાસે ખંડણી માટે ત્રણવાર ફોન કર્યા હતાં. પોલીસે આ કેસને ઉકેલવા માટે ભારે મહેનત હાથ ધરી હતી. ક્રાઈમબ્રાન્ચ દ્વારા વિવિધ ટીમ બનાવીને અનવરના ઘરથી લઈને તેનું મોપેડ મળી આવ્યું ત્યાં સુધીના 60 જેટલા સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં અનવર સાથે બે જણ અન્ય હોવાનું સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તપાસ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો.
સીસીટીવીએ ભજવી મહત્વની ભૂમિકા
પોલીસે સીસીટીવીના આધારે આરોપી મહેબુબખાન ઉર્ફે મબ સરદારખાન પઠાણ ઉ.વ.આ.24 અને નિશારખાન ઉર્ફે વસીમખાન શેરખાન પઠાણ ઉ.વ.આ.19ને ઝડપી લીધા હતાં. પકડાયેલા બન્ને આરોપીની પુછપરછમાં તેમણે ગુનો કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતુંકે, મૃતકના પિતા પાસે રૂપિયા હોવાનું તેમને માલૂમ હતું તાજેતરમાં તેમની પાસે રૂપિયા આવ્યા હોવાથી તેમણે આ પ્લાન ઘડ્યો હતો.
બીમારીની સારવાર માટે મુબા જોડાયાની કેફિયત
આરોપી મહેબુબ ખાન ઉર્ફે મુબાના પરિવારમા તેના પિતા તથા બેહનને ગંભીર પ્રકારની બિમારી હોય ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય આર્થિક ફાયદા માટે પોતાના ભાણીયા વસીમખાન સાથે મળીને મૃતકની હત્યા અને અપહરણ કરી ખંડણી માંગી રૂપિયા મેળવવાનો પ્લાન બનાવેલ હતો. હાલ પોલીસે બન્ને આરોપીઓને વધુ તપાસ માટે સચીન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.