કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ લોકસભામાં આ બિલને રજુ કરતી વખતે કહ્યુ હતુ, ‘આ બિલમાં સૌથી મહત્વપુર્ણ વાત એ છે કે તે આત્મહત્યાના પ્રયાસમાં ભારતીય દંડ સંહિતાથી (ipc)અલગ કરે છે. તે માટે હવે આત્મહત્યાના પ્રયત્નના મામલે આઈપીસીની આ જોગવાઈઓ લાગુ નહિ થાય. ‘ તેમણે કહ્યુ, ‘વ્યક્તિ ખુબજ માનસિક તણાવમાં આવીને આવુ પગલુ ઉઠાવે છે. જેનો મતલબ એ છે કે આ એક માનસિક બીમારીથી શરૂ થાય છે, માટે તેને અપરાધિક ન બનાવવું જોઈએ.’ કાયદામાં પણ એક જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ ભવિષ્યમાં માનસિક બીમારીથી પીડિત હોય છે તો તેની સારવાર માટે પહેલાથી નિર્દેશ આપી શકે છે. આ કાયદો માનસિક રૂપથી બીમાર બાળકોની સારવાર માટે વિજળીના ઝટકાની પદ્ધતિ પર પ્રતિબંધ લગાવે છે, આ કાયદો કહે છે કે વયસ્કોના મામલે પણ આ પ્રકારની સારવારમાં એનેસ્થીસિયા અને માંસપેશિયોમાં આરામ કરનારી દવાઓ સાથે આપવો જોઈએ.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.