ભારતના નિકેશ અરોરા ટેક્નોલોજીની દુનિયામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ બની ગયા છે. અગાઉ સોફટ બેન્ક અને ગૂગલમાં કામ કરી ચૂકેલા નિકેશ અરોરા હવે પાલો અલ્ટો નેટવર્કના નવા સીઈઓ બની ગયા છે. તેમને અમેરિકામાં દર વર્ષે ૧૨.૮ કરોડ ડોલર અેટલે કે ૮૫૭ કરોડ રૂપિયા મળશે. પાલો અલ્ટો સાયબર સિકયોિરટી કંપની છે. ટેક્નોલોજી સેકટરમાં નિકેશ અરોરાની લાંબી કારકિર્દી રહી છે. નિકેશને વર્ષે ૬.૭ કરોડ રૂપિયા પગાર ઉપરાંત તેને બોનસનો લાભ મળશે તેમજ ૨૬૮ કરોડના શેર મળશે. જે તેઓ સાત વર્ષ સુધી વેચી નહિ શકે. જો નિકેશ અલ્ટોના શેરની કિંમત સાત વર્ષમાં ૩૦૦ ટકા વધારવામાં સફળ થશે તો તેને ૪૪૨ કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત નિકેશ પાલો અલ્ટો નેટવર્કના ૧૩૪ કરોડના શેર ખરીદી શકશે અને તેટલી જ રકમના શેર તેને આપવામાં આવશે. જે તે સાત વર્ષ સુધી વેચી નહિ શકે. સિલિકેનવેલી ખાતે આવેલી આ કંપનીના શેરમાં ઘટાડો થયો છે, જોકે આવો ઘટાડો ધારણાથી બિલકુલ વિપરીત છે, કારણ કંપનીના નફામાં આ વખતના ત્રિમાસિક ગાળામાં ૨૯ ટકાનો વધારો થયો છે અને કંપનીનો આ નફો ધારણા કરતાં પણ વધુ સારો છે. નિકેશ અરોરાએ માર્ક મિકલોકલીનનું સ્થાન સંભાળ્યું છે. માર્ક ૨૦૧૧થી લઈને અત્યાર સુધી પાલો અલ્ટોના સીઈઓ હતા. તે કંપનીમાં બોર્ડના વાઈસ ચેરમેન હતા. તેથી નિકેશ પણ બોર્ડના ચેરમેન બનશે. ભારતના નિકેશ અરોરાને કલાઉડ અને ડેટા ડિલિંગનો વ્યાપક અનુભવ છે અને સાયબર સિકયોિરટી ડેટા એનાલિિસસ સમસ્યામાં જકડાયેલી છે. નિકેશ પહેલાં એપલના સીઈઓ ટિમ કૂક ટેકનોલોજીના ક્ષેત્રે સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ હતા. તેનું પેકેજ ૧૧૯ મિલિયન ડોલર હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.