ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કેટલાક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કાજોલ-તનિષા મુખર્જીની માતા અને દિગ્ગજ બોલિવૂડ અભિનેત્રી તનુજાની બગડતી તબિયત અંગેની માહિતી સામે આવી છે. અભિનેત્રી તનુજા બાળપણથી જ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો ભાગ રહી છે. અભિનેત્રીની બે લાડલી દીકરીઓ કાજોલ અને તનિષા મુખર્જી પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રી તનુજાને રવિવારે સાંજે વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તનુજા હાલ હોસ્પિટલના ICUમાં દાખલ છે.
