યુનીસેફ ઇન્ડીયાની પ્રતિનિધિ યાસ્મિન અલી હકે માતૃ મૃત્યુ દર ઘટાડવામાં ભારતે કરેલ ઉલ્લેખનીય પ્રગતિના વખાણ કર્યા છે આ અઠવાડીયે બહાર પડેલ સેંપલ રજીસ્ટ્રેશન સીસ્ટમ બુલેટીન પ્રમાણે ભારતે માતૃ મૃત્યુ દરમાં ઉલ્લેખનીય ઘટાડો કર્યો છે. ર૦૧૩ થી આ પ્રકારના મોતમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે. માતૃ મૃત્યુ દર પ્રતી એકલાખ બાળકોના જન્મ સમયે થતા માતાના મૃત્યુની સંખ્યા ગણવામાં આવે છે. ભારતમાં ૧૯૯૦ માં માતૃ મૃત્યુ દર પપ૬ તે ર૦૧૬ માં ઘટીને દર ૧૦૦૦૦૦ પર ૧૩૦ થઇ ગયો હતો. યાસ્મીન અલીએ કહ્યું કે ભારતે માતૃ મૃત્યુ દર ઘટાડવામાં ઉત્તર પ્રદેશને પ્રથમ રહેવા બદલ તેના વખણ કર્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં દેશની સરખામણીએ ઘરોમાં પ્રસવ સૌથી વધારે થાય છે. તેમ છતાં પણ ત્યાં માતૃ મૃત્યુ દરમાં ૩૦ ટકા ઘટાડો થયો છે. તે ઘણી સુખદ વાત છે.યાસ્મિને કહ્યું કે આ આંકડાઓ જોતા એમ કહી શકાય કે ભારતીય યુવા જાગૃત થઇ રહ્યા છે અને દેશ ખરેખર બદલાઇ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે સરકારે માતાઓની આરોગ્ય સેવાઓમાં કરેલ ગુણવતા યુકત સુધારાઓ અને મહીલા શિક્ષણ વધારવા પર આપેલો ભાર આ દર ઘટાડવાના મુખ્ય કારણો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના દક્ષીણ પૂર્વ એશીયાના ક્ષેત્રીય નિર્દેશક પુનમ ખેત્રપાલસિંહે કહ્યું કે ભારતનો હાલનો માતૃ મૃત્યુ દર લક્ષ્યાંકથી ઓછો છે. તેમણે કહ્યું કે દેશની પ્રગતી આ બાબતે વિકાસ તરફનું મોટુ પગલું છે કેમ કે આ બાબતે દેશમાં માતૃ મૃત્યુ દર ૭૦ થી નીચે લાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

Son is kissing his mother

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.