ક્રેટાના બજારમાં મારૂતિ સુઝુકી વિક્ટોરીસ (Maruti Suzuki Victoris)ની ધમાકેદાર એન્ટ્રી! પહેલા મહિને આટલા એકમોનું વેચાણ
મારૂતિ સુઝુકી વિક્ટોરીસને લોન્ચ થયાના પહેલા જ મહિનામાં શાનદાર પ્રતિસાદ મળ્યો છે. Hyundai Creta અને Honda Elevate જેવી ગાડીઓને ટક્કર આપતી આ કાર ગ્રાહકોની પસંદ બની રહી છે. ચાલો તમને મારૂતિની આ નવી મિડ-સાઈઝ SUVના વેઇટિંગ પિરિયડ, કિંમત, માઈલેજ અને એન્જિનની વિગતો વિશે માહિતી આપીએ.
મારૂતિ સુઝુકી વિક્ટોરીસને લોન્ચ થયા પછી પહેલા જ મહિનામાં ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. 5 સીટરવાળી આ નવી મિડ-સાઈઝ SUVના વેચાણ અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે Cretaને ટક્કર આપવા આવેલી આ ગાડીના એક જ મહિનામાં એરેના ડીલરશીપ દ્વારા 4261 યુનિટ્સ વેચાયા છે. મારૂતિ સુઝુકી વિક્ટોરીસની ગ્રાહકોને ડિલિવરી નવરાત્રી દરમિયાન શરૂ થઈ હતી.
વેચાણના મામલે મારૂતિ સુઝુકી વિક્ટોરીસે હોન્ડા એલિવેટ, ટાટા હેરિયર અને ટાટા સફારીને પાછળ છોડી દીધી છે, પરંતુ તેની સાતત્યતા (consistency)નો અંદાજ લગાવવો હજી વહેલો ગણાશે. આ SUV રેગ્યુલર પેટ્રોલ, સ્ટ્રોંગ હાઇબ્રિડ પેટ્રોલ અને સીએનજી (CNG) વિકલ્પમાં ઉપલબ્ધ છે. Cretaની વાત કરીએ તો, ગયા મહિને એટલે કે સપ્ટેમ્બર 2025માં આ ગાડીના 18,816 યુનિટ્સનું વેચાણ થયું હતું.
મારૂતિ સુઝુકી વિક્ટોરીસની ભારતમાં કિંમત
આ SUVની કિંમત રૂપિયા 10.50 લાખથી શરૂ થાય છે, આ કિંમતમાં તમને આ કારનું બેઝ વેરિઅન્ટ મળી જશે. જો તમે આ કારનું ટોપ વેરિઅન્ટ ખરીદવા માંગતા હો, તો તમારે રૂપિયા 20 લાખ (એક્સ-શોરૂમ) ખર્ચવા પડશે.
મારૂતિ સુઝુકી વિક્ટોરીસનો વેઇટિંગ પિરિયડ
જણાવ્યા અનુસાર, આ SUVનું બુકિંગ 25 હજારનો આંકડો પાર કરી ગયું છે. કેટલાક વેરિઅન્ટ્સની માંગ એટલી વધારે છે કે વેઇટિંગ પિરિયડ 10 અઠવાડિયા સુધી પહોંચી ગયો છે. સલામતીના મામલે પણ આ કારે પૂરા માર્ક્સ મેળવ્યા છે, આ ગાડીને ગ્લોબલ NCAP અને ભારત NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળી છે.
એન્જિન અને માઇલેજની વિગતો
આ ગાડીમાં 1.5 લીટરનું K-સિરીઝ ફોર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 6000rpm પર 103.06PSની પાવર અને 4300rpm પર 139Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે.
હાઇબ્રિડ 1.5-લિટર થ્રી-પોટ પેટ્રોલ એન્જિન 5500rpm પર 92.45PS પાવર અને 3800rpm થી 4800rpm વચ્ચે 122Nm ટોર્ક જનરેટ કરે છે.
આ SUVનું સ્ટાન્ડર્ડ પેટ્રોલ એન્જિન એક લિટર તેલમાં 21 કિલોમીટર સુધીનું માઇલેજ આપે છે, જ્યારે હાઇબ્રિડ eCVT મોડેલ એક લિટર દીઠ 28.65 કિલોમીટર સુધીનું માઇલેજ આપે છે.