સોશિયલ મીડિયા મારફતે બેકિંગને મજબૂત બનાવવા માટે ભારતીય સ્ટેટ બેંકે ‘SBI મિંગલ’ એપ લૉંચ કરી છે. આ એસબીઆઈની સોશિયલ બેકિંગ એપ છે. આ એપને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ એપનો ઉપયોગ શરૂ કર્યા પહેલા તમારે પોતે રજિસ્ટ્રર કરવું પડશે. ત્યારબાદ તમે જેવી એપ શરૂ કરશો, તેમાં ‘યૂઝર’નું ઓપ્શન આવશે. તમે તેના પર ક્લિક કરી રજીસ્ટ્રર કરવું પડશે. ત્યારબાદ ‘Continue with Facebook’ નો વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારે તમારું ફેસબુક યૂઝર નેમ અને પાસવર્ડથી લૉગઈન કરવું પડશે. જેવા તમે આગળ વધશો, તો તમારી પાસે એસબીઆઈ ડેબિટ કાર્ડની ડિટેલ માંગવામાં આવશે. તેને વેલિડેટ કરતા તમારા રજિસ્ટ્રર્ડ મોબાઈલ નંબર પર બેંક તરફથી ઓટીપી મોકલવામાં આવશે. તેને એન્ટર કર્યા બાદ તમારે પાસવર્ડ સેટ કરવો પડશે. ત્યારબાદ એપ મારફતે લેણ-દેણ કરી શકશે. એસબીઆઈ મિંગલ પર લોગઈન કર્યા બાદ તમારે ‘Pay a Friend’ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારે બે રીતે ફંડ ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળે છે. તેમાં ‘પે ટૂ એકાઉન્ટસ’ અને ‘પે ટૂ ફ્રેન્ડસ’નો વિકલ્પ મળશે. પે ટૂ એકાઉન્ટ્સ ફીચર મારફતે તમે તે લોકોને પૈસા મોકલાવી શકો છો, જેમણે તમારા પોતાના ખાતામાં બેનેફિશિયરી રીતે જોડ્યા છે, જ્યારે તમે ફેસબુક મારફતે પૈસા મોકલવા માંગો છો, તો બીજું ઓપ્શન તમારા માટે છે. ફેસબુક મારફતે પૈસા મોકલવા માટે તમારે ફેસબુક પર લોગઈન કરવું પડશે. અહીં તમને એસબીઆઈની ઓફિશિયલ ફેસબુક પેજ પર જઈને એસબીઆઈ મિંગલ પર જવું પડશે. જેવું પેજ ખૂલશે, તમારે એપ લૉંચ કરવાની છે. એસબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, જો તમે ફેસબુક મારફતે બેકિંગ લેણ-દેણ કરવા માંગો છે, તો તેના માટે તમારે એસબીઆઈ મિંગલના ફેસબુક પેજ પર જવું પડશે. તેમાં એપમાં લોગઈન કરીને પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ પૈસા તમે પહેલાથી જોડવામાં આવેલું બેનેફિશિયિરીમાં મોકલી શકે છે. તેના સિવાય નવા બેનેફિશિયરી એકાઉન્ટ પણ જોડી શકાય છે. જ્યારે ટ્વિટરથી પૈસા મોકલવા માટે પોતાના ખાતાને લઈને અન્ય જાણકારી હાંસલ કરવા માટે તમારે અમુક નવા હેશટૈગ્સનો ઉપયોગ કરવો પડશે. આ હેશટેગનું લિસ્ટ તમે https://www.sbi.co.in/sbimingle/ પર પહોંચીને જોઈ શકો છો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.