Video: બેંગ્લોરમાં ‘કામવાળી બાઈ’નો પગાર જાણીને સૌ કોઈના હોશ ઉડ્યા, રશિયન મહિલાના વીડિયોએ મચાવ્યો હંગામો, ₹3 લાખનો માસિક ખર્ચ સાંભળીને લોકો આશ્ચર્યચકિત
બેંગ્લોરમાં રહેતી એક રશિયન મહિલાના માસિક ખર્ચ વિશે જાણીને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મહિલાના કહેવા મુજબ, તેમનો દર મહિનાનો ખર્ચ લગભગ 3 લાખ રૂપિયા છે. વળી, કામવાળી બાઈના પગારની વાત સાંભળીને લોકો ભડક્યા હતા.
બેંગ્લોરની મોંઘવારી સાથે જોડાયેલા એક વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. યુલિયા અસલામોવા (Iuliia Aslamova) નામની એક રશિયન મહિલાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના મહિનાના ખર્ચની એક યાદી શેર કરી છે, જેને જોઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ રશિયન મહિલા છેલ્લા 11 વર્ષથી ભારતના આ ટેક હબમાં રહી રહી છે, અને તેમના ખર્ચનો હિસાબ સાંભળીને દરેક વ્યક્તિએ માથું પકડી લીધું છે.
યુલિયાના મતે, બેંગ્લોરમાં તેમના 3 સભ્યોના પરિવારનો માસિક ખર્ચ લગભગ ₹3 લાખ છે. તેમણે જણાવ્યું કે:
તેમના ઘરનું ભાડું ₹1.25 લાખ છે.
આ ઉપરાંત, તેઓ ખાવા-પીવાના અને ઘરેલુ વસ્તુઓ પર ₹75,000 ખર્ચે છે.
સ્કૂલ ફીસ માટે ₹30,000 અને હેલ્થ-ફિટનેસ પર પણ ₹30,000 ખર્ચ થાય છે.
વળી, પેટ્રોલ પાછળ પણ દર મહિને ₹5,000નો ખર્ચ થાય છે.
View this post on Instagram
કામવાળી બાઈના પગાર પર વિવાદ!
પરંતુ લોકોના હોશ ત્યારે ઉડી ગયા, જ્યારે યુલિયાએ વીડિયોમાં જણાવ્યું કે તેઓ પોતાની કામવાળી બાઈને દર મહિને ₹45,000 આપે છે. સમાચાર લખાયા ત્યાં સુધી આ વીડિયો પર 3 લાખથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે અને કોમેન્ટ્સનો જાણે પૂર આવી ગયો છે.
એક યુઝરે મજાકના સ્વરમાં સવાલ કર્યો કે, “તમે તાજ હોટેલમાં રહો છો કે શું?”
બીજાએ પૂછ્યું, “ભાડું સવા લાખ. મેડમ, આ ટાઇપો તો નથી ને.”
અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, “આ મહિલા મારી આખા વર્ષની કમાણી એક મહિનામાં જ ઉડાવી રહી છે.”
એક અન્ય યુઝરે લખ્યું, “કામવાળી બાઈને 45 હજાર! આટલો તો ભણેલા-ગણેલા લોકોનો પણ પગાર નથી હોતો.”
મોંઘવારી પર રશિયન મહિલાનો અભિપ્રાય
રશિયન મહિલાએ પોતાના વીડિયોમાં એ પણ જણાવ્યું કે જ્યારે તે 11 વર્ષ પહેલાં બેંગ્લોર આવી હતી, ત્યારે સ્થિતિ ઘણી સસ્તી હતી. તે સમયે HSR લેઆઉટમાં 2BHK ફ્લેટ ₹25,000ના ભાડે મળી જતો હતો. પરંતુ આજના સમયમાં ત્રણ સભ્યવાળા પરિવારને આરામથી રહેવા માટે ઓછામાં ઓછા અઢી લાખ રૂપિયાની જરૂર પડે છે.
જોકે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે યુલિયાની જીવનશૈલી અલગ છે, તેથી તેમના ખર્ચ પણ વધારે છે. પરંતુ કામવાળી બાઈને ₹45,000 આપવાની વાતથી લોકો વચ્ચે એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે.