ગુજરાત મંત્રીમંડળમાં ફેરબદલની અટકળોનો માહોલ: નવા ચહેરા, પ્રમોશન અને સંભવિત વિદાય
નવા પ્રમુખ આવ્યા બાદ ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારનાં મંત્રીમંડળમાં પણ ફેરફારની કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું ભાજપના આંતરિક અને વિશ્વવસનીય સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતના મંત્રીમંડળમાં કેટલાક મંત્રીઓનાં પત્તા કપાઈ શકે છે તો કેટલાકને પ્રમોશન મળી શકે છે જ્યારે મંત્રીમંડળમાં નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટમીનાં આડે વર્ષનો સમયગાળો રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર મંત્રી તરીકેના પર્ફોર્મન્સનાં આધારે કેટલાક મંત્રીઓને યથાવત રાખી ખાતાઓમાં ફેરબદલ કરી શકે છે. હાલમાં જે મંત્રીઓ કાર્યરત છે તેમાં તેમાં કેટલાક મંત્રી પોતાના મંત્રીપદને સાચવી રાખવામાં સફળ રહી શકે છે.
હાલનાં મંત્રીમંડળમાં સમાવિષ્ટ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બલવંતસિંહ રાજપુત, કુંવરજી બાવળીયા પોતાનું મંત્રીપદ જાળવી રાખી શકે એવી અટકળો ચાલી રહી છે. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરીયા, રૂષિકેશ પટેલ, પરષોત્તમ સોલંકી, મુળુ બેરા અને કુંવરજી હળપતિ સહિતનાં મંત્રીઓ મંત્રીમંડળમાં રિપીટ થવાની શક્યતા જોવા મળી રહી છે.
બીજી તરફ મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવાની ચર્ચા ચાલી રહી છે તેમાં જયેશ રાદડીયા.મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, કેયુર રોકડીયા, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, રીવાબા જાડેજાપ્રદ્યુમ્ન વાઝા અને શંકર ચૌધરીનું નામ ચર્ચામાં છે.
મંત્રીમંડળમાંથી જે મંત્રીઓનાં પત્તા કપાઈ શકે છે તેમાં ચોંકાનારી રીતે નાણામંત્રી કનુભાઈ દેસાઈનું નામ મંત્રીમંડળમાંથી કપાઈ જવાની ચર્ચામાં શિરમોર બન્યું છે. આ સિવાય ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મુકેશ પટેલ અને ભાનુબેન બાબરીયાનું નામ મંત્રીમંડળમાંતી પડતા મૂકવાની ચર્ચાની એરણે છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને લાંબા સમયથી મંત્રીમંડળમાં ફેરફારના ભણકારા વાગી રહ્યા છે અને દિવાળી પહેલાં કે પાંચમ-આઠમ પછી મંત્રીમંડળમાં ફેરફાર થવાની અટકળોએ ફરી જોર પક્ડયું છે. જોવાનું રહે છે કે આ દિવાળી પર કોણ મંત્રી બને છે અને કોણ ઘરે જાય છે.