બિહારના સિવાનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં AIMIM જિલ્લા અધ્યક્ષ આરિફ જમાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને આરિફ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને અંજામ આપી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
હુમલાખોરોએ આરીફને હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુતુબ છપરા મોર પાસે આવેલી ફાસ્ટ ફૂડની દુકાનને નિશાન બનાવી હતી. ગંભીર હાલતમાં સ્થાનિક લોકોની મદદથી ઘાયલ આરીફ જમાલને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું કે આરીફ જમાલ તેની ફાસ્ટ ફૂડની દુકાન પર બેઠો હતો. હથિયારોથી સજ્જ બાઇક પર સવાર ત્રણ હુમલાખોરો ફાસ્ટ ફૂડની દુકાને પહોંચ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ ઘટનામાં આરીફને ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઘટનાને અંજામ આપી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.