6.3ની તીવ્રતાનો ભૂકંપ જાપાનઃ આજે જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આશરે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જાપાનના કુરિલ ટાપુઓમાં ભૂકંપ આવ્યો. અચાનક ધરતી ધ્રૂજી અને લોકોમાં નાસભાગ મચી ગઈ. લોકો ઘરની બહાર આવી ગયા. જો કે આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકો ગભરાટમાં છે.
