ભારતની ત્રીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર આઇડિયા સેલ્યુલરના શેરહોલ્ડર્સ કંપનીનું નામ બદલીને વોડાફોન આઇડિયા લિમિટેડ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમજ નોન-કન્વર્ટિબલ સિકયોરિટીઝ મારફતે રૂ.૧પ,૦૦૦ કરોડનું ફંડ એકત્રિત કરવાની પણ સ્વીકૃતિ આપી છે એમ આઈડિયાએ મંગળવારે જણાવ્યું હતું. આ ફંડનો ઉપયોગ વોડાફોન ઈન્ડિયા અને આઇડિયા વચ્ચેના મંજૂર બાદ અસ્તિત્વમાં આવનારી કંપનીનું દેવું ઘટાડવા માટે કરવામાં આવે તેવી શકયતા છે. નવી કંપનીના માથે રૂ.૧,૧૪,૦૦૦/ કરોડનું દેવું હોવાનો અંદાજ છે. આથી, કંપનીએ તેમાં ઘટાડો કરવા માટે છેલ્લા કેટલાક મહિનાથી પ્રયાસો પણ હાથ ધર્યા છે. બંને કંપનીઓ પાસેથી ટેકસ ડિમાન્ડ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ DoT એ કાનૂની અભિપ્રાય માંગ્યો હોવાથી બંને વચ્ચેનું મંજુર જૂનમાં પૂરૂ થવાની અપેક્ષા હતી તેમાં હવે ઓછામાં ઓછો વધુ એક મહિનો લાગશે. DoT રૂ.૧૧,૦૦૦ કરોડથી પણ વધારે રકમની ડિમાન્ડ કરવાની તૈયારીમાં છે. અને એકાદ સપ્તાહની અંદર આ હિલચાલ જોવા મળે તેવી શકયતા પણ છે. તેણે મર્જર માટે આ શરત સાથે જ મંજૂરી આપી હતી. જો DoT ડિમાન્ડ કરશે તો બંને કંપની તેને કોર્ટમાં પડકારે તેવી પ્રબળ શકયતા છે. મંગળવારે અમદાવાદમાં યોજાયેલી AGM બાદ કંપનીએ બોમ્બે સ્ટોક એક્ષચેન્જને નિવેદન આપીને જણાવ્યું હતું કે, ‘કંપનીનું નામ બદલવાની અને પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે નોન-કન્વર્ટિબલ સિકયોરિટીઝ ઇશ્યુ કરવાની દરખાસ્તને જરૂરી બહુમતિ સાથે મંજૂરી મળી ગઇ છે.’ આ બેઠકની વિગતોથી પરિચિત એક વ્યકિતએ જણાવ્યું હતું કે, DoT દ્વારા મર્જરને સ્વીકૃતિ આપવામાં આવે ત્યારબાદ જ નામમાં ફેરફાર અમલમાં આવશે. આ સિવાય રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ RoC માં પણ સત્તાવાર રીતે ડોકયુમેન્ટસ જમા થશે પછી જ નામ બદલી શકાશે. આઇડિયાનો શેર મંગળવારે BSE પર ૩.૦૨ ટકા વધીને રૂ.પ૭.૯૦એ બંધ રહ્યો હતો. આઇડિયાએ પોતાનો વન-ટાઇમ સ્પેકટ્રમ ચાર્જ OTSC ચૂકવવા સિવાય વોડાફોન ઇન્ડિયા વતી આ ચાર્જ ચૂકવવાનો નીકળે છે. જે અંગે DoT દ્વારા ફરીથી ગણતરી કરવામાં આવી રહી છે. આ ચાર્જની કુલ રકમ રૂ.૧૧,૦૦૦/ કરોડથી પણ વધારે થઇ શકે છે. જેનો પાંચમા ભાગનો હિસ્સો તો એકલી આઇડિયાનો હશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.