Israel ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામદારોની અછતને ભરવા માટે ઘણા વિદેશી કામદારો ઇઝરાયેલમાં પ્રવેશ્યા છે. માહિતી અનુસાર, 14, 575 વિદેશી કામદારો કામ માટે ઇઝરાયેલ આવ્યા છે. ગુરુવારે સવારે 210 શ્રીલંકન ઇઝરાયેલ પહોંચ્યા, જેઓ અહીં ખેતીનું કામ કરશે. આ કામદારોનું એરપોર્ટ પર ફોરેન વર્કર્સ એડમિનિસ્ટ્રેશનના વડા અને તેમની ટીમ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઇઝરાયેલની વસ્તી અને ઇમિગ્રેશન ઓથોરિટી અને ઇઝરાયેલ સરકારના પ્રતિનિધિઓ વર્ક વિઝા નિયમો હળવા કરીને વધુ વિદેશી કામદારોને દેશમાં લાવવા માટે કામ કરી રહ્યા છે.
7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. જેમાં લગભગ 1140 લોકોના મોત થયા હતા. હુમલા દરમિયાન હમાસ દ્વારા 150 થી વધુ લોકોને બંધક પણ બનાવવામાં આવ્યા હતા. જે બાદ ઈઝરાયેલે હમાસને કચડી નાખવાની પ્રતિજ્ઞા લીધી અને જવાબી સૈન્ય કાર્યવાહી શરૂ કરી.
આ યુદ્ધમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ગાઝા યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં મૃત્યુઆંક 20 હજારને વટાવી ગયો છે.
ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ગાઝામાં હમાસ સામેની લડાઈ દરમિયાન તેના 167 સૈનિકો માર્યા ગયા છે. સેનાનું કહેવું છે કે 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 500થી વધુ જવાનો માર્યા ગયા છે.