ર૦૧૮માં હજયાત્રા મોંઘી બની છે અને હવે હજયાત્રીઓએ ૭,૦૦૦થી વધુ રકમ વધારાની ચૂકવવી પડશે. સાઉદી સરકારે સુુવિધાઓના નામે વસૂલવામાં આવતા ચાર્જમાં વધારો કર્યો છે. આ વધારાનો ચાર્જ જમા કરાવવા માટે ૧૦ જુલાઇ સુધીનો સમય આપવામાં આવ્યો છે, જોકે અગાઉથી જ સંપૂર્ણ રકમ વસૂલ કર્યા બાદ આ પ્રકારનો વધારાનો ચાર્જ લગાવવામાં આવતાં હજયાત્રીઓ નારાજ થયા છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પરિવહન સેવાના ભાગરૂપે બસભાડામાં ૪૩.૬૮ સાઉદી રિયાલ, વધારાના મેટ્રો ટ્રેનનું ભાડું ૧પ૦ સાઉદી રિયાલ, મીના કેમ્પમાં બેડની સુવિધા માટે ૧૪૭ સાઉદી રિયાલ, રિપિટર હજયાત્રીઓએ પણ વધારાનાં નાણાં ચૂકવવાં પડશે. આમ, ગ્રીન કેટેગરીના હજયાત્રીઓને રૂ.૭,૭પ૦ અને અજીજીયા કેટેગરીના હજયાત્રીઓને રૂ.૭,૧પ૦ વધારાના જમા કરાવવા પડશે. જે હજયાત્રીઓએ અદાહી કૂપન પસંદ કરી છે તેમણે અગાઉના રૂ.૮,૦૦૦ના બદલે હવે રૂ.૮,પ૦૮ જમા કરાવવા પડશે. વારાણસી એમ્બાર્કેશનના હજયાત્રીઓને એરપોર્ટ ટેક્સ પેટે રૂ.૮પ૦ વધારાના જમા કરાવવા પડશે. ગ્રીન કેટેગરીના અરજદારે રૂ.ર,પ૮,૦૦૦ અને અજીજીયા કેટેગરીના અરજદારે રૂ.ર,ર૪,૦૦૦ જમા કરાવ્યા છે અને હવે એકાએક ચાર્જિસમાં વધારો થતાં હજયાત્રીઓએ વધારાનાં નાણાંની વ્યવસ્થા કરવી પડશે. ગોરખપુર જિલ્લાના લઘુમતી કલ્યાણ અધિકારીએ જણાવ્યું છે કે હજયાત્રીઓ ૧૦ જુલાઇ, ર૦૧૮ના રોજ અથવા તેના પહેલાં હજ કમિટી ઓફ ઇન્ડિયાના સ્ટેટ બેન્કનાં ખાતાંમાં તેમજ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં વધારાના ચાર્જના રૂપિયા જમા કરાવી દે. વધારાનો ચાર્જ જમા કરાવ્યા બાદ જ તેમની ફલાઇટની તારીખ હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.