Apple હાલમાં iPhone 16 સિરીઝ પર કામ કરી રહ્યું છે. આ સીરીઝને લઈને અનેક પ્રકારના લીક્સ આવવા લાગ્યા છે. દરમિયાન, વધુ એક નવું લીક સપાટી પર આવ્યું છે. ખરેખર, કંપની પ્રો મોડલ્સની સ્ક્રીન સાઈઝમાં થોડો ફેરફાર કરી શકે છે.
ટિપસ્ટર મુકુલ શર્માએ X અને Gizmochinaના રિપોર્ટમાં કહ્યું છે કે Apple iPhone 16 Pro અને Pro Maxની સ્ક્રીન સાઈઝ વધારી શકે છે. હાલમાં, કંપનીએ 15 પ્રોમાં 6.12 ઇંચની સ્ક્રીન આપી છે, જ્યારે પ્રો મેક્સમાં 6.69 ઇંચની ડિસ્પ્લે છે.
ટિપસ્ટર અનુસાર, નવા મોડલમાં કંપની સ્ક્રીન સાઈઝને 6.3 અને 6.9 ઈંચ સુધી વધારી શકે છે. જો કે, આ સંબંધમાં હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. Mac Rumors ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની iPhone 16 OLED પેનલમાં માઇક્રો લેન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે, જે ફોનની બ્રાઇટનેસ વધારશે અને પાવર વપરાશમાં પણ ઘટાડો કરશે.
કંપની iPhone 16 સિરીઝમાં હેપ્ટિક બટનને પણ સપોર્ટ કરી શકે છે. આ સિવાય કંપની નવી સીરીઝમાં iOS 18 સાથે AI ફીચર્સને પણ સપોર્ટ કરશે. Apple સિરીમાં કેટલીક નવી સુવિધાઓ ઉમેરી શકે છે જે લાર્જ લેંગ્વેજ મોડલ પર આધારિત હશે.
iPhone 15: Appleના iPhone 15 પર હાલમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. નવા મોડલ પર તમે 12,000 રૂપિયા બચાવી શકો છો. વાસ્તવમાં, વાજય સેલ્સ પર Apple Days સેલ ચાલી રહ્યું છે જેમાં Appleનું લેટેસ્ટ મોડલ માત્ર 70,990 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે.