રાત્રિભોજન દરમિયાન આપણે ઘણી વસ્તુઓ ટાળવી જોઈએ. આમ કરવાથી પેટ સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય. તમારે રાત્રે ફૂલકોબી ક્યારેય ન ખાવી જોઈએ.સ્વાસ્થ્ય માટે આપણે હમેશા રાતના સમયે થોડો હળવો ખોરાક લેવો જોઈએ. જેથી મારું પેટ ભારે ન લાગે.
ડાયેટીશિયન મુજબ તમારે રાત્રે બ્રોકોલી પણ ન ખાવી જોઈએ. કેમ કે તેનું પાચન મુશ્કેલ છે. તેમજ રાત્રે શક્કરિયાનું સેવન પણ ન કરવું જોઈએ. શક્કરીયા ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. આમ તો વટાણા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે પરંતુ તેને રાત્રે ન ખાવા જોઈએ. આ પાચન વિકૃતિઓનું કારણ બની શકે છે.
આયુર્વેદ મુજબ ડુંગળી ખાવાથી ભોજન સારી રીતે પચી જાય છે. પણ રાતના સમયે જો તેનું વધુ પડતું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જો કે સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચન બાદ તેને અમલમાં મુક્ત પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.