સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું સન્માન: UNHRCમાં 2026 થી 2028 સુધીના કાર્યકાળ માટે સર્વસંમતિ
ભારતની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં 2026 થી 2028 સુધીના ત્રણ વર્ષના કાર્યકાળ માટે બિનહરીફ (unanimously) ચૂંટણી થઈ છે. સાતમી વખત ભારત પરિષદ માટે બિનહરીફ ચૂંટાયું છે.
ભારતને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના 2026-28ના કાર્યકાળ માટે ચૂંટી કાઢવામાં આવ્યું છે, અને આ ભારતનો સાતમો કાર્યકાળ હશે. UNHRCએ મંગળવારે થયેલા ચૂંટણીના પરિણામોની જાહેરાત કરતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભારતનો ત્રણ વર્ષનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, પર્વતનેની હરીશે, સોશિયલ મીડિયા પોસ્ટમાં સમર્થન આપવા બદલ તમામ પ્રતિનિધિમંડળોનો આભાર વ્યક્ત કર્યો.
UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિનું નિવેદન
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વતનેની હરીશે કહ્યું, “ભારત આજે સાતમી વખત 2026-28ના કાર્યકાળ માટે માનવાધિકાર પરિષદ માટે ચૂંટાયું છે.” રાજદ્વારીએ જણાવ્યું કે આ ચૂંટણી માનવાધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
The @UN General Assembly has elected #India as a member of the United Nations Human Rights Council (@UN_HRC) for a three-year term beginning on 1 January 2026. https://t.co/mVkVOU5epn pic.twitter.com/pBAXJPQiab
— UN Human Rights Council (@UN_HRC) October 14, 2025
UNHRCમાં સભ્યોની સંખ્યા અને ભારતનો ઇતિહાસ
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં 47 સભ્ય દેશો હોય છે, જેમને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમાન ભૌગોલિક વિતરણના નિયમો હેઠળ ત્રણ વર્ષના કાર્યકાળ માટે ચૂંટવામાં આવે છે.
ભારત 2006માં પરિષદની રચના થઈ ત્યારથી સતત તેનું સભ્ય રહ્યું છે, સિવાય કે 2011, 2018 અને 2025ના વર્ષો.
વર્ષ 2006માં પરિષદની પ્રથમ ચૂંટણીમાં ભારતને 190માંથી 173 મત મળ્યા હતા અને તે સૌથી વધુ મતોથી ચૂંટાયું હતું.
ત્યારથી ભારત છ વખત (2006-2007, 2008-2010, 2012-2014, 2015-2017, 2019-2021 અને 2022-2024) તેનું સભ્ય રહી ચૂક્યું છે.
India was elected to the Human Rights Council for the term 2026-28 @UN for the seventh time today. Thank all delegations for their overwhelming support.
This election reflects India’s unwavering commitment to human rights and fundamental freedoms. We look forward to serve this… pic.twitter.com/rvYj4jRKlY
— Parvathaneni Harish (@AmbHarishP) October 14, 2025
ચૂંટાયેલા અન્ય દેશો
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે જણાવ્યું કે 1 જાન્યુઆરી 2026 થી શરૂ થતા કાર્યકાળ માટે ચૂંટાયેલા અન્ય સભ્ય દેશોમાં અંગોલા, ચિલી, ઇક્વાડોર, ઇજિપ્ત, એસ્ટોનિયા, ઇરાક, ઇટાલી, મોરેશિયસ, પાકિસ્તાન, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) અને વિયેતનામનો સમાવેશ થાય છે.