ચોકબજાર પોલીસે ડભોલી ગામમાં આવેલી સરકારી શાળાના મેદાનમાં જુગાર રમી રહેલા ૧૪ જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ [પાસેથી ૯ મોબાઈલ ફોન મળી કુલ ૪૩ હજારની મત્તા કબજે કરી છે
ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો ડભોલીગામ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં ૧૪ લોકો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા પોલીસે જુગારીઓ પાસેથી ૯ મોબાઈલ તેમજ અંગઝડતી અને રોકડા રૂપિયા મળી કુલ ૪૩ હજારની મત્તા કબજે કરી હતી તેમજ તમામ જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે