RBI: આરબીઆઈના આ ડેટા મુજબ 5 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર લગભગ 6 અબજ ડોલર ઘટીને 617.30 અબજ ડોલર થઈ ગયો છે.
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત વધારો થંભી ગયો છે. છેલ્લા સાત સપ્તાહમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. 5 જાન્યુઆરી, 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $5.90 બિલિયન ઘટીને $617.30 બિલિયન થઈ ગયો છે, જે અગાઉના સપ્તાહમાં $623.20 બિલિયન હતો.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવાર, 12 જાન્યુઆરી, 2024 ના રોજ વિદેશી મુદ્રા ભંડારનો ડેટા જાહેર કર્યો છે.
આરબીઆઈના આ આંકડા મુજબ 5 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર લગભગ 6 અબજ ડોલર ઘટીને 617.30 અબજ ડોલર થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન વિદેશી ચલણની સંપત્તિમાં ઘટાડો થયો છે અને તે $4.96 બિલિયનના ઘટાડા સાથે $546.65 બિલિયન પર આવી ગયો છે.
આ સમયગાળા દરમિયાન આરબીઆઈના સોનાના ભંડારમાં પણ ઘટાડો થયો છે. સોનાનો ભંડાર $839 મિલિયન ઘટીને $47.48 અબજ થયો છે. SDR $67 મિલિયનના ઘટાડા સાથે $18.29 બિલિયન રહ્યો. જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં જમા કરાયેલી અનામતમાં પણ ઘટાડો થયો છે અને તે 26 મિલિયન ડોલર ઘટીને 4.86 અબજ ડોલર થઈ ગયો છે.