૪ નવેમ્બરે થશે લોન્ચ: નવી Hyundai Venueની પહેલી ઝલક આવી સામે, એક્સટીરિયર અને ઇન્ટીરિયરમાં મોટો ફેરફાર!
Hyundai Venue 2025ની ઝલક લોન્ચ પહેલાં જ સામે આવી ગઈ છે. 4 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થવા જઈ રહેલી આ નવી SUVના એક્સટીરિયર અને ઇન્ટીરિયરની તસવીરો દક્ષિણ કોરિયાથી લીક થઈ છે. આ વખતે Venueને માત્ર ફેસલિફ્ટ જ નહીં, પરંતુ એક નવા અવતારમાં રજૂ કરવામાં આવી છે. ચાલો જાણીએ આ વખતે ગ્રાહકોને શું-શું નવું જોવા મળશે.
બાહ્ય ડિઝાઇન: હવે વધુ બોલ્ડ અને આધુનિક
નવી Venueનો લુક હવે પહેલાં કરતાં વધુ પ્રીમિયમ અને આધુનિક દેખાય છે. તેનો ફ્રન્ટ ફેસ નવો છે, જેમાં પાતળી LED લાઇટ સ્ટ્રીપ આપવામાં આવી છે, જે SUVની પહોળાઈમાં ફેલાયેલી છે અને બંને બાજુએ C-આકારના DRLs સાથે જોડાય છે. નવી હૂડ ડિઝાઇન અને તેના પરનું સેન્ટ્રલ Hyundai લોગો તેને વધુ આકર્ષક બનાવે છે.
ફ્રન્ટ બમ્પર પર હવે મોટી ગ્રિલ અને સ્ક્વેર શેપ LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, જ્યારે નીચેની તરફ સિલ્વર સ્કિડ પ્લેટ SUVને ઓફ-રોડ લુક આપે છે.
સાઇડ પ્રોફાઇલ: શાર્પ લાઇન્સ અને સ્પોર્ટી ટચ
Venueની સાઇડ પ્રોફાઇલમાં પણ ઘણો બદલાવ કરવામાં આવ્યો છે. તે હવે વધુ બોક્સી અને દમદાર દેખાય છે. A-પિલરને થોડો આગળ ઝુકાવવામાં આવ્યો છે, જેનાથી કારનો સ્ટાસ અને બહેતર લાગે છે. મસ્ક્યુલર વ્હીલ આર્ચ, બ્લેક ક્લેડિંગ અને નવા 5-સ્પોક એલોય વ્હીલ્સ SUVને સ્પોર્ટી લુક આપે છે. C-પિલર પર સિલ્વર એક્સેન્ટ અને ક્વાર્ટર ગ્લાસ તેને પ્રીમિયમ ફીલ આપે છે.
રીઅર લુક: ક્લીન અને આકર્ષક
પાછળની વાત કરીએ તો, SUVનો રીઅર ભાગ સાદો પણ આકર્ષક બનાવવામાં આવ્યો છે. તેમાં સ્લિમ LED ટેલલેમ્પ્સ આપવામાં આવ્યા છે જે એક પટ્ટી દ્વારા કનેક્ટેડ છે. નીચે બૂટ પર ‘VENUE’ બેજિંગ મોટા અક્ષરોમાં દેખાય છે. બમ્પર પર બ્લેક અને સિલ્વર ટચ તેને રગ્ડ અપીલ આપે છે.
કેબિન અને ઇન્ટિરિયર: ટેકનોલોજીથી ભરપૂર નવું ડેશબોર્ડ
અંદર પ્રવેશતા જ ધ્યાન જાય છે ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ પર, જે બ્લેક અને વ્હાઇટ ફિનિશમાં છે. નવું સ્ટીયરિંગ વ્હીલ અને ડ્યુઅલ ડિસ્પ્લે સેટઅપ તેને એક પ્રીમિયમ કાર જેવો અનુભવ કરાવે છે. તેમાં સિંગલ પાન સનરૂફ, નવી ફેબ્રિક સીટ્સ અને ક્લીન લેઆઉટ આપવામાં આવ્યું છે.
ફીચર્સનો ભંડાર: ટેકનોલોજી અને સલામતી બંનેમાં આગળ
Hyundaiએ Venueને ફીચર્સના મામલે સંપૂર્ણપણે અપગ્રેડ કરી દીધી છે. કેટલાક મુખ્ય ફીચર્સ:
- વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ
- મોટી ટચસ્ક્રીન
- ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ
- 360-ડિગ્રી કેમેરા
- લેવલ-2 ADAS
- પેનોરમિક સનરૂફ (સંભવિત)
- વાયરલેસ ચાર્જિંગ
- કી-લેસ એન્ટ્રી
- Bose સાઉન્ડ સિસ્ટમ
- 6 એરબેગ્સ, ESC, TPMS, રીઅર પાર્કિંગ સેન્સર્સ (સ્ટાન્ડર્ડ)
@HyundaiWorldwide next-gen #hyundaivenue has been caught completely undisguised thanks to Instagram user @casper_i.vory Read more at https://t.co/B4mrOdYd2m pic.twitter.com/C89c73ag76
— Korean Car Blog (@KoreanCarBlog) October 14, 2025
એન્જિન વિકલ્પો: જૂના એન્જિન, નવા ટ્વિસ્ટ સાથે
Venueના એન્જિન ઓપ્શન્સમાં વધારે બદલાવ નથી, પરંતુ ડીઝલ વેરિઅન્ટમાં ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉમેરી શકાય છે.
એન્જિન ટાઇપ | પાવર | ટોર્ક | ગિયરબોક્સ |
1.2L પેટ્રોલ | 83 PS | 114 Nm | 5-સ્પીડ મેન્યુઅલ |
1.0L ટર્બો પેટ્રોલ | 120 PS | 172 Nm | 6MT/7DCT |
1.5L ડીઝલ | 116 PS | 250 Nm | 6MT / 6AT (સંભવિત) |
કિંમત અને હરીફાઈ
નવી Venueની કિંમત હાલના મોડેલ કરતાં થોડી વધારે રહેવાની શક્યતા છે. અત્યારે Hyundai Venueની શરૂઆતની કિંમત ₹7.26 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. લોન્ચ પછી તેની સીધી ટક્કર Tata Nexon, Maruti Brezza, Kia Sonet/Syros, Mahindra XUV 3XO, Maruti Fronx અને Toyota Taisor સાથે થશે.
હવે પહેલાં કરતાં વધુ દમદાર અને પ્રીમિયમ
2025 Hyundai Venue માત્ર એક ફેસલિફ્ટ નહીં, પરંતુ એક કમ્પ્લીટ જનરેશન અપડેટ છે. નવી ડિઝાઇન, શાનદાર ઇન્ટિરિયર અને અઢળક એડવાન્સ ફીચર્સ સાથે આ SUV માર્કેટમાં ફરીથી પોતાની મજબૂત પકડ બનાવવા માટે તૈયાર છે.