Gujarat Rain દક્ષિણ, ઉત્તર અને કચ્છમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના, અનેક જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Rain ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળામાં 2 થી 10 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે, જેનાથી નદીઓ બે કાંઠે વહેવા લાગશે અને શહેરો-ગામોમાં જળબંબાકાર થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સર્જાઈ રહી છે અને મોનસૂન ટ્રફમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની શક્યતા છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે 9 થી 15 જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં મોટા પાયે વરસાદ પડી શકે છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં.
હવામાન વિભાગનું એલર્ટ: 10થી વધુ જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગે પણ ભારે વરસાદને લઈને ચેતવણી આપી છે. આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા જણાવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ અને આણંદ સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.
ખેતી અને ડેમની સ્થિતિ
હાલ રાજ્યમાં સિઝનનો સરેરાશ 46.89% વરસાદ થઈ ગયો છે. અત્યાર સુધી 42 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ અને 15 તાલુકાઓમાં 80 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમમાં 48.21% જળસંગ્રહ છે, જ્યારે રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર છે. 50% થી વધુ જમીન પર खरीફ વાવેતર થઈ ચૂક્યું છે જેમાં મગફળી, કપાસ, ઘાસચારો અને મકાઈનો સમાવેશ થાય છે.
સાવચેતી જરૂરી: સ્થળાંતર અને રેસ્ક્યુ કામગીરી ચાલુ
આજ સુધીમાં રાજ્યના 10 જિલ્લાઓમાંથી 4,278 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 685 નાગરિકોને રેસ્ક્યુ કરાયા છે. જો વરસાદની આગાહી અનુસાર પરિસ્થિતિ વિકટ બને, તો વધુ સ્થળાંતર અને રાહત કામગીરી હાથ ધરવાની જરૂર પડશે.